ભાવ વધારો/ CNG-PNGમાં ફરી એકવાર ભાવ વધારો,જાણો કેટલી વધી કિંમત

આજે સવારે 6 વાગ્યાથી દિલ્હી અને નજીકના શહેરો નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામમાં CNG અને PNG માટે પ્રજાએ વધુ ખિસ્સા ખાલી કરવા પડશે

Top Stories

પેટ્રોલ-ડીઝલ વિક્રમી સપાટી પર પહોચ્યા બાદ હવે સીએનજી-પીએનજી પણ વધુ મોંઘા થઈ ગયા છે. આજે સવારે 6 વાગ્યાથી દિલ્હી અને નજીકના શહેરો નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામમાં CNG અને PNG માટે પ્રજાએ વધુ ખિસ્સા ખાલી કરવા પડશે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડના જણાવ્યા અનુસાર, આ વધારા બાદ, દિલ્હીમાં સીએનજીની કિંમત હવે 49.76 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે પીએનજી 35.11 રૂપિયા પ્રતિ એસકેએમ ઉપલબ્ધ થશે.

Indraprastha Gas Limited announces revision in its CNG price w.e.f., 6 am on 13th October 2021.

— Indraprastha Gas Ltd (@IGLSocial) October 12, 2021

 

CNGના નવા ભાવ

દિલ્હીના NCT માં CNG ની કિંમત 49.76 રૂપિયા પ્રતિ કિલો હશે.
નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં સીએનજીની કિંમત 56.02 રૂપિયા પ્રતિ કિલો હશે.
ગુરુગ્રામમાં CNG ની કિંમત 58.20 રૂપિયા પ્રતિ કિલો હશે.
રેવાડીમાં સીએનજીની કિંમત 58.90 રૂપિયા પ્રતિ કિલો હશે.
કરનાલ અને કૈથલમાં સીએનજીનો ભાવ. 57.10 પ્રતિ કિલો હશે.
મુઝફ્ફરનગર, મેરઠ અને શામલીમાં CNG ની કિંમત 63.28 કિલો હશે.
કાનપુર, ફતેહપુર અને હમીરપુરમાં સીએનજીની કિંમત ₹ 66.54 પ્રતિ કિલો હશે.
અજમેર, પાલી અને રાજસમંદમાં સીએનજી 65.02 રૂપિયા પ્રતિ કિલો થશે

નવા PNG ભાવ

PNG હવે નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં 34.86 રૂપિયા પ્રતિ SCM થશે
ગુરુગ્રામમાં PNG ની કિંમત 33.31 રૂપિયા પ્રતિ SCM હશે.
રેવાડી અને કરનાલમાં PNG ની કિંમત 33.92 SCM હશે.
PNG મુઝફ્ફરનગર, મેરઠ અને શામલીમાં 38.37 રૂપિયા પ્રતિ SCM થશે