Not Set/ મુસ્લિમ પક્ષનો SCમાં યુ ટર્ન, કહ્યું – રામ ચબુતરાને ભગવાન રામનું જન્મસ્થળ નથી માનતાં

આજે બુધવારે રામજન્મભૂમિ વિવાદની સુનાવણીનો 31 મો દિવસ છે અને મુસ્લિમ પક્ષ દ્વારા દલીલો કરવામાં આવી રહી છે. બુધવારે સુનાવણી શરૂ થઈ ત્યારે મુસ્લિમ પક્ષ દ્વારા મંગળવારે અપાયેલા નિવેદનમાં યુ-ટર્ન લેવામાં આવ્યો હતો. મંગળવારે, ઝફારયાબ જીલાનીએ મુસ્લિમ બાજુ પોતાનું પક્ષ રજૂ કરવાનું શરૂ કર્યું, બુધવારે પણ તેમની દલીલો આગળ વધી રહી છે. ​​મુસ્લિમ પક્ષ વતી, […]

Top Stories India

આજે બુધવારે રામજન્મભૂમિ વિવાદની સુનાવણીનો 31 મો દિવસ છે અને મુસ્લિમ પક્ષ દ્વારા દલીલો કરવામાં આવી રહી છે. બુધવારે સુનાવણી શરૂ થઈ ત્યારે મુસ્લિમ પક્ષ દ્વારા મંગળવારે અપાયેલા નિવેદનમાં યુ-ટર્ન લેવામાં આવ્યો હતો. મંગળવારે, ઝફારયાબ જીલાનીએ મુસ્લિમ બાજુ પોતાનું પક્ષ રજૂ કરવાનું શરૂ કર્યું, બુધવારે પણ તેમની દલીલો આગળ વધી રહી છે.

​​મુસ્લિમ પક્ષ વતી, ઝફારયાબ  જીલાનીએ કહ્યું કે 1865 માં પ્રથમ વખત બળજબરીથી નિહંગ શીખ દ્વારા  મસ્જિદના પરિસરમાં પ્રવેશ કર્યો અને પાઠ શરૂ કર્યો હતો. જ્યારે તેમને ઇનકાર કરવાનો  પ્રયાસ કર્યો તો તેઓ ત્યથી કો કાલે ખસયા ના હતા અને છેવટે પોલીસે તેમને બળજબરીથી બહાર કાઢ્યા હતા.  ત્યારબાદ પહેલીવાર કોઈ બિન-મુસ્લિમ પૂજા માટે મસ્જિદ પરિસરમાં પ્રવેશ કર્યો હતો. આ દલીલો સાથે, ઝફારયાબ  જીલાનીની દલીલો કોર્ટમાં પૂર્ણ થઈ હતી.

ઝફારયાબ જીલાણીએ એસસીમાં હ્યુયાંગસાંગની મુલાકાત નો ઉલ્લેખ કરતાં જણાવ્યુ હતું કે,  વિક્રમાદિત્ય દ્વારા અયોધ્યામાં બૌદ્ધ મઠ બનાવવામાં આવ્યા હતા.  મંદિરોના આ શહેરમાં, બધા મંદિરો હિન્દુઓના નહોતા. આ સમય દરમિયાન જીલાનીએ 1862 નો એક અહેવાલ ટાંક્યો જેમાં જન્મસ્થળને એક અલગ મંદિર તરીકે વર્ણવવામાં આવ્યું હતું. અહેવાલમાં જણાવાયું છે કે રામકોટ ભગવાન રામનું જન્મસ્થળ છે.

આ તરફ ન્યાયાધીશ બોબડેએ કહ્યું કે તેમના ગેઝિટિયરે જણાવ્યું છે કે રામચબૂતરો રામનું જન્મસ્થળ છે અને જે મધ્ય ગુંબજથી 40 થી 50 ફૂટ દૂર છે. જિલાનીએ જવાબ આપ્યો કે તે તેમની માન્યતા છે, અમારી નહીં.

તે જ સમયે, ન્યાયાધીશ ભૂષણએ કહ્યું કે, અંગ્રેજોએ આ સ્થળને બે ભાગમાં વહેંચી દીધું છે, એક આંતરિક અને બીજું  બાહ્ય એટલે કે કોટયાર્ડ, તેથી તેઓએ બાહ્ય કોટયાર્ડમાં પૂજા કરવાનું શરૂ કર્યું. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે તમામ ગેઝેટિઅર્સ સૂચવે છે કે ભગવાન રામનો જન્મ રામ ચબૂતરા પર જ થયો હતો.

મુસ્લિમ પક્ષ વતી, ઝફારયાબ જિલાનીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે તેઓ રામચબૂતરને ભગવાન રામનું જન્મસ્થળ માનતા નથી. અમે આ સ્વીકાર્યું નથી, પરંતુ હિન્દુઓની માન્યતા છે. અમે તો માત્ર 1866 માં આપેલા અદાલત આપના હાથમાં મૂક્યો છે.

સુનાવણી દરમિયાન સુન્ની વકફ બોર્ડે કહ્યું કે અમારી પાસે પણ તે જ સ્ટેન્ડ છે જે રાજીવ ધવન રાખ્યો છે. ઉલ્લેખનીય છેકે, રાજીવ ધવન કહે છે કે ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો, પરંતુ કયાં તેનો જવાબ નથી.

મંગળવારે શું કહ્યું હતું?

મંગળવારે સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં સ્વીકાર્યું હતું કે રામચબૂતરો રામનું જન્મસ્થળ છે. સુપ્રીમ કોર્ટમાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર 30 માં  (24 સપ્ટેમ્બર) દિવસની સુનાવણી દરમિયાન, મુસ્લિમ પક્ષે સ્વીકાર્યું કે રામ ચબુતારોએ જન્મસ્થળ છે કારણ કે વર્ષોથી હિન્દુ દાવેદારો પણ તેમ માનતા આવ્યા છે.

મુસ્લિમ પક્ષે કહ્યું હતું કે 1885 માં, આ કેસમાં, જિલ્લા ન્યાયાધીશે આદેશ આપ્યો હતો કે હિન્દુઓ રામ ચબુતરાને જનસ્થાન માને છે. મુસ્લિમ પક્ષોએ કહ્યું કે જ્યારે કોર્ટનો આદેશ હોય ત્યારે આપણે તેનાથી કેવી રીતે અલગ થઈ શકીએ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.