કોરોના મહામારી વિરુદ્ધ લડવા માટે દુનિયાભરની તમામ દેશોની સરકારો પૂરો પ્રયત્ન કરે છે. પરંતુ હજુ તેના પર પૂરી રીતે કાબુ મેળવી શકાયો નથી. ત્યારે જો ભારતની વાત કરીએ તો અહી વેક્સિન પર વધુ ભાર આપવામાં આવ્યો તેની અસર હાલમાં જોઇ શકાય છે. છેલ્લા ઘણા સમયથી દેશમાં કોરોનાનાં કેસમાં ઓછા સામે આવી રહ્યા છે.
આ પણ વાંચો – મોટા સમાચાર / નોનવેજ અને ઈંડાની લારી બાબતે સરકાર, વેપારીઓ અને જનતાનાં અલગ મંતવ્ય
આપને જણાવી દઇએ કે, દેશમાં આજે કોરોનાનાં કેસમાં મંગળવારની સરખામણીએ વધારે કેસ નોંધાયા છે. જો કે તેમા કોઇ એટલે પણ વધારો થયો નથી, જે દર્શાવે છે કે ભારતમાં કોરોના વિરુદ્ધ લડવામાં દેશ આગળ વધી રહ્યો છે. વળી દેશમાં વેક્સિન પણ ઝડપથી આપવામા આવી રહી છે એક આ પણ કારણ કોરોનાનાં કેસમાં ઘટાડો થવા પાછળ છે. બુધવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરાયેલા ડેટા અનુસાર, ભારતમાં 10,197 નવા કેસ નોંધાયા સાથે કોવિડની સંખ્યા વધીને 3,38,73,890 થઈ ગઈ છે. આ સાથે, દેશમાં સક્રિય કેસ ઘટીને 1,28,555 પર આવી ગયા છે. સવારે અપડેટ કરાયેલ ડેટા દર્શાવે છે કે 301 નવા મૃત્યુ નોંધાયા બાદ મૃત્યુઆંક 4,64,153પર પહોંચી ગયો છે. નવા કોરોના વાયરસનાં ચેપમાં દૈનિક વધારો સતત 40 દિવસથી 20,000 ની નીચે રહ્યો છે અને સતત 143 દિવસથી દરરોજ 50,000 થી ઓછા નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, “સક્રિય કેસોની સંખ્યા ઘટીને 1,28,555 થઈ ગઈ છે, જેમાં કુલ ચેપના 0.37 ટકાનો સમાવેશ થાય છે, જે માર્ચ 2020 પછીનો સૌથી ઓછો છે.
#COVID19 | Of the 10,197 new cases, 12,134 recoveries & 301 deaths in last 24 hrs, Kerala reported 5516 cases, 6705 recoveries and 39 deaths.
— ANI (@ANI) November 17, 2021
જણાવી દઇએ કે, દૈનિક પોઝિટિવિટી રેટ 0.82 ટકા નોંધાયો હતો. છેલ્લા 44 દિવસમાં તે 2 ટકાથી ઓછો છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ પણ 0.96 ટકા નોંધાયો હતો. મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, છેલ્લા 54 દિવસથી તે 2 ટકાથી નીચે છે. આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 3,38,73,890 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુ દર 2 ટકાથી ઓછો નોંધાયો છે.
