તાજેતરમાં વિધાનસભાની તૈયારીઓને લઇને ભાજપ જ્યા વ્યસ્ત દેખાઇ રહ્યુ છે, તો બીજી તરફ કોંગ્રેસ હજુ પણ પોતાના અંદરનાં ડખાનું નિરાકરણ લાવવામાં વ્યસ્ત અને અસફળ સાબિત થઇ રહ્યુ છે. કોંગ્રેસનાં નેતા સલમાન ખુર્શીદનાં નિવેદનથી જ્યા કોંગ્રેસમાં ડખા હોવાનુ જગ જાહેર થઇ છે ત્યા પાર્ટીનાં નેતાઓ દ્વારા અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવવાની શરૂ થઇ ગઇ છે. આ મુદ્દે હવે જ્યોતિરાદિત્ય સિંધિયા પ્રતિક્રિયા આપી છે.
Jyotiraditya Scindia,Congress on Salman Khurshid's remark: I would not like to react on someone else's comment but yes no doubt that the Congress needs to do self introspection. https://t.co/P22EyRzeFa pic.twitter.com/RhSyYI0utc
— ANI (@ANI) October 9, 2019
સલમાન ખુર્શીદનાં નિવેદન પર જ્યોતિરાદિત્ય સિંધિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, હુ કોઇ બીજાની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપવા માંગતો નથી, પરંતુ હા તેમા કોઇ શંકાને સ્થાન નથી કે કોંગ્રેસે હવે આત્મનિરિક્ષણની જરૂર છે. કોંગ્રેસનાં દિગ્ગજ નેતાનાં આ શબ્દો કોંગ્રેસનાં ભવિષ્ય માટે ઘણુ બધુ કઇ જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
