Gondal/ કોન્સ્ટેબલે એસીબીના પીઆઈ પાસે જ માંગી લાંચ, કોન્સ્ટેબલ નીકળ્યો ચાલાક

ગોંડલ મહિલા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે પીઆઈ અને તેના પરિવાર પાસે દહેજ કેસમાં લાંચ માંગી હતી

Top Stories Gujarat

ગોંડલ મહિલા પોલીસ સ્ટેશનમાં દાખલ પરિવારના સભ્યો વિરૂધ્ધના ગુના સંદર્ભે પોલીસ કોન્સ્ટેબલે પોલીસ સ્ટેસનમાંથી જ જામીન આપી દેવા માટે 30 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદીએ આ અંગે એસીબીમાં ફરિયાદ પણ નોંધાવી હતી. પરંતુ ચાલાક કોન્સ્ટેબલને સંકા જતા છટકું નિષ્ફળ ગયું હતું. પરંતુ એસીબીએ તેની વિરૂધ્ધ ગુનો નોંધીને પુરાવા એકઠા કરવાની કામગીરી હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ જામનગર એસીબી પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા એમ.ડી.પટેલ અને તેમના ઘરના સભ્યો વિરૂધ્ધ ગોંડલ મહિલા પોલીસ સ્ટેશનમાં 498 (દહેજનો ગુનો) નોંધાયો હતો. જેમાં ફરિયાદી પીઆ અને તેમના પરિવારજનોને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મુક્ત કરીને તે જ દિવસે 151 કરી મામલતદાર કચેરીમામં રજૂ કરવા બદલ ફરિયાદી પીઆ પાસે રૂ.30,000 ની લાંચ માંગી હતી.બીજીતરફ ફરિયાદી પીઆઈએ એસીબીમાં લાંચ માંગનારા ગોંડલ મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ વશરામ પી.ધરજીયા વિરૂધ્ધ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી.

જેને આધારે એસીબીના અધિકારીઓએ જાળ બિછાવી હતી. પરંતુ આરોપી વશરામ ધરજીયાને શંકા જતા તે છટકામાં ફસાયો ન હતો. જોકે એસીબીએ તપાસ કરતા આરોપી કોન્સ્ટેબલે પોતાના અંગત ફૈયદા માટે રૂ.30,000ની ગેરકાયદે લાંચની માંગણી કરી હોવાનું જણાયું હતું. ઉપરાંત આ બાબતને એફએસએલના પુરાવાથી સમર્થમ મળ્યું હતું. જેને પગલે આરોપી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે ગેમઝોનના માલિકોની વધુ એક કરતૂતનો પર્દાફાશ

આ પણ વાંચો: આજથી ગાંધીનગરમાં વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપનો પ્રારંભ

આ પણ વાંચો: સિદ્ધપુર હાઇવે પર ટ્રેલરમાં આગ, જાનહાનિ ટળી