મોટા સમાચાર/ ચૂંટણી પેહલા 23 IAS ની બદલી, જાણો કોણ બન્યા અમદાવાદ ના કલેક્ટર અને મ્યુ, કમિશનર

આજે રાજ્યના એક સાથે 23 આઈએએસની બદલી કરવામાં આવી છે. ચૂંટણી પહેલા સતત બદલીનો ઘાણવો કાઢવામાં આવે છે

Top Stories Ahmedabad Gujarat
ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી  નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો સાથે હવે તંત્રએ પણ તૈયારી શરૂ કરી દીધી છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે સતત બદલીના ઘાણવા નીકળી રહ્યા છે ત્યારે આજે રાજ્યના એક સાથે 23 આઈએએસની બદલી કરવામાં આવી છે. ચૂંટણી પહેલા સતત બદલીનો ઘાણવો કાઢવામાં આવે છે ત્યારે આજે એક સાથે 23 IAS ઓફિસરની બદલી કરવામાં આવી છે.જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે એમ. થેન્નારેસન મૂકવામાં આવ્યા છે.જેમાં અમદાવાદના નવા કલેક્ટર ધવલ પટેલને બનાવવામાં આવ્યા છે. આણંદના કલેક્ટર તરીકે ડી.એસ ગઢવીની નિમણૂક કરવામાં આવી છે. ડી.પ્રવિણાની ગાંધીનગર કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. રમેશ મેરઝાની ભાવનગરના કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

રાહુલ ગુપ્તાને જીઆઇડીસીના વાઈસ ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટરનો વધારાનો ચાર્જ સોંપાયો છે. ત્યારે ડી.એસ ગઢવીની આણંદના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમજ ધર્મેન્દ્રસિંહ જાડેજાની ડાંગ આહવાના કરલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત જી.ટી પંડ્યાની મોરબીના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. બી.આર દવેની તાપી વ્યારાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે બી.કે પંડ્યાની મહિસાગર-લુણાવાડાના કેલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રવીણા ડિ.કે. ગાંધીનગરના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સાથે રમેશ મેરઝાની ભાવનગરના કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. ડી.પ્રવિણાની ગાંધીનગર કલેક્ટર તરીકે નિયુક્તિ કરવાાં આવી છે. ડી.એસ ગઢવીની આણંદના કલેક્ટર તરીકે, ધર્મેન્દ્રસિંહ જાડેજાની ડાંગના કલેક્ટર તરીકે અને જી.ટી પંડયાની મોરબીના કલેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કેટલાક અધિકારીઓ કેન્દ્રમાં જોઇન્ટ સેક્રેટેરીના પદ માટે એમ્પેનલ્ડ થયા હતા. તેમાંના 5 અધિકારીઓને કેન્દ્રની કેબિનેટ સમિતિએ રવિવારે બઢતી સાથે બદલી આપી છે. આ પાંચ અધિકારીઓમાં અમદાવાદનાં મ્યુનિસપલ કમિશ્નર લોચન સહેરાનો પણ સમાવેશ થાય છે. લોચન સહેરાને ઇસરોમાં મુકાતા હવે અમદાવાદ મ્યુનિસપલ કમિશ્નર કોને બનાવાશે તે મુદ્દે ચર્ચાનો વિષય બન્યો હતો. આ જગ્યા માટે એમ. થેન્નારસન, રાજકુમાર બેનીવાલ, અશ્વિની કુમાર, હરીત શુકલા જેવા નામો સામેલ હતા. જોકે, આ બધામાં એમ. થેન્નારસનને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરનો કાંટાળો તાજ પહેરાવાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનું પદ ઘણું પડકારજનક છે. આ પદે અત્યાર સુધી આવેલા અધિકારીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ત્યારે હવે એમ. થેન્નારસન કેવી કામગીરી કરે છે તેના પર બધાની નજર રહેશે.

આ પણ વાંચો:રશિયાને સમર્થનથી બાઇડેન સાઉદી અરેબિયા સામે થયા લાલઘૂમ

આ પણ વાંચો:  ગૌરવ યાત્રામાં હાર્દિક પટેલની બાદબાકી, શું હવે ભાજપમાંથી પણ આપશે રાજીનામું

આ પણ વાંચો:BSF મહિલા અને 15 જવાનોએ મળી કર્યું 30 બાઈકર્સ રેલીનું કરાયું ફ્લેગ