Not Set/ નવસારીઃ વિજલપોર ભાજપમાં ભડકો, થપ્પડ ખાનાર પાલિકા પ્રમુખનું રાજીનામું

વિજલપોર પાલિકામાં ગુજ્યો થપ્પડકાંડ થપ્પડ ખાનાર પાલિકા પ્રમુખનું રાજીનામું બાગી નગરસેવકોને સસ્પેન્ડ ન કરાતા રોષ પ્રમુખ સહિત 150 કાર્યકર્તાઓના રાજીનામાં દોઢ વર્ષથી વિવાદોમાં ભાજપ શાસિત ચાલતી વિજલપોર નગર પાલિકા પ્રમુખ સહિત શહેર ભાજપના વિવિધ મોરચાના પદાધિકારીઓએ પક્ષના હોદ્દાઓ પરથી રાજીનામા આપતા જિલ્લા ભાજપના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. જોકે જિલ્લા પ્રમુખે સમગ્ર મુદ્દે એક-બે દિવસમાં […]

Gujarat Others
  • વિજલપોર પાલિકામાં ગુજ્યો થપ્પડકાંડ
  • થપ્પડ ખાનાર પાલિકા પ્રમુખનું રાજીનામું
  • બાગી નગરસેવકોને સસ્પેન્ડ ન કરાતા રોષ
  • પ્રમુખ સહિત 150 કાર્યકર્તાઓના રાજીનામાં

દોઢ વર્ષથી વિવાદોમાં ભાજપ શાસિત ચાલતી વિજલપોર નગર પાલિકા પ્રમુખ સહિત શહેર ભાજપના વિવિધ મોરચાના પદાધિકારીઓએ પક્ષના હોદ્દાઓ પરથી રાજીનામા આપતા જિલ્લા ભાજપના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. જોકે જિલ્લા પ્રમુખે સમગ્ર મુદ્દે એક-બે દિવસમાં નિર્ણય લેવાની વાત કરી હતી.

વિજલપોર નગર પાલિકાની ચુંટણી પત્યા બાદ ભાજપી સભ્યોમાં ભાગ બટાઇને પગલે તિરાડ પડી હતી. વિજલપોરની સત્તા મળ્યાના ત્રણ મહીનામાં જ ભાજપી સાશકોમાં બે ભાગલા પડ્યા હતા. અને જિલ્લા ભાજપને સામુહિક રાજીનામા ધરી દીધા હતા, જોકે પક્ષે તેનો સ્વિકાર કર્યો ન હતો. જોકે બાગી ભાજપી સભ્યો એ વિજલપોર વિકાસ મંચ બનાવી પાલિકાના વિકાસ કામોમાં પ્રશ્નો શરૂ કર્યા હતા.

જેમા ગત 27 ડિસેમ્બરના રોજ નવસારીમાં વિજલપોરના સમાવેશ કરવાના મુદ્દે મળેલી ખાસ સભામાં આક્રોશિત ઉપપ્રમુખે પાલિકા પ્રમુખને થપ્પડ મારી દેતા મામલો ગુંચવાયો હતો અને વિજલપોર શહેર સંગઠનના હોદ્દેદારો, ભાજપી સભ્યોએ પોતાના હોદ્દા પરથી જિલ્લા ભાજપને રાજીનામા ધરી દેતા સ્થાનિક રાજકારણમાં મોસમના સૌથી ઠંડા દિવસે ગરમાટો આવી ગયો છે.

વિજલપોરના રાજકારણમાં આવેલા ભુકંપનો ઝટકો સુરતના મહુવા ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમ સુધી અનુભવાયો હતો. જેને પગલે જિલ્લા ભાજપ પ્રમુખ દોડતા નવસારી પહોચ્યાં હતા. સાથે જ તેમણે સમગ્ર મુદ્દે વિજલપોર પાલિકા પ્રમુખ જગદિશ મોદી સહિતના લોકોએ રાજીનામા આપ્યા છે, પણ પરિવારની વાત હોવાનુ જણાવી સમજાવી લેવાનો સુર આલાપ્યો હતો. સાથે જ બે દિવસમાં નોટિસ આપી પક્ષમાંથી દૂર કરવા સુધીના પગલા લેવાની વાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.