Gandhinagar News/ બાઈક બંધ પડવા બાબતે ગાંધીનગરમાં ઝઘડો થતા થાર ચાલકે યુવક પર તલવારથી હુમલો કર્યો

ઈજાગ્રસ્ત અંકિતને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે

Gujarat Gandhinagar

Gandhinagar News : ગાંધીનગરમાં નજીવી બાબતના ઝઘડામાં યુવક પર તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં યુવક ઘાયલ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જેમાં પ્રતિષ્ઠા એવન્યુ સોસાયટી નજીક 8 જૂન રાત્રે 10:30 વાગ્યે બનેલી ઘટનામાં 22 વર્ષીય અંકિત પટેલ પર થાર ગાડીના ચાલકે તલવારથી હુમલો કર્યો છે.

અંકિત પટેલ તેમના કાકાના દીકરા હિતાંશ સાથે કુડાસણથી સૂર્યા સર્કલ થઈને ઘરે જઈ રહ્યા હતા. રસ્તામાં તેમનું મોટરસાયકલ (GJ-18-CQ-8399) બંધ પડી ગયું. તેઓ વાહનને કિક મારીને ચાલુ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે પાછળથી આવેલી થાર ગાડી (GJ-01-WV-5775)ના ચાલકે સતત હોર્ન વગાડ્યો હતો.અંકિતે શાંતિ જાળવવાની વિનંતી કરી. પરંતુ થાર ચાલક ઉશ્કેરાઈ ગયો અને ગાડીમાંથી તલવાર કાઢીને હુમલો કર્યો હતો. અંકિતે તલવાર પકડી પાડતાં તેને જમણા હાથની હથેળી અને ડાબા હાથની કોણી પર ઈજા થઈ હતી.

આ દરમિયાન હિતાંશ અને અંકિતના મિત્રો રૂદ્ર અને હર્ષ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આસપાસના રહેવાસીઓએ પણ વધુ હિંસા અટકાવી હતી. ઈજાગ્રસ્ત અંકિતને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેના ઘા પર ટાંકા લેવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં દિલ્લી દરવાજાનો જૂનો દરવાજો ધરાશાયી

આ પણ વાંચો:અમદાવાદમાં સરખેજમાં SPની કચેરીમાં 4 નકલી અધિકારીઓ ઝડપાયા

આ પણ વાંચો:પાલીમાં જૈન સાધ્વીનું અજાણ્યા વાહનની ટક્કરથી મોત, અમદાવાદમાં આક્રોશ રેલીમાં લોકો મોટી સ્ખંયામાં જોડાયા