Ahmedabad News/ પાલીમાં જૈન સાધ્વીનું અજાણ્યા વાહનની ટક્કરથી મોત, અમદાવાદમાં આક્રોશ રેલીમાં લોકો મોટી સ્ખંયામાં જોડાયા

આ ઘટનાની તપાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા એસઆઇટીની રચના કરવાની પણ માંગ કરી હતી.

Ahmedabad Gujarat

Ahmedabad News : રાજસ્થાનના પાલીમાં જૌન સાધ્વીને કોઈ અજાણ્યા વાહને  અડફેટે લેતા તેમનું મોત થયું હતું. હિટ એન્ડ રનના આ બનાવને પગલે અમદાવાદમાં જૈન સમાજમાં મોટા પડઘા પડ્યા છે. જેને પગલે જૈન સમાજ દ્વારા આજે અમદાવાદમાં આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જૈન સમાજ દ્વારા વિહાર કરતાં સાધુ-સાધ્વીની સુરક્ષાની માંગ સાથે આક્રોશ વ્યક્ત કરતાં આક્ષેપ કર્યો હતો કે જૈન સાધુ-સાધ્વીની હત્યાને અકસ્માતમાં ખપાવી દેવામાં આવે છે.

અમદાવાદના વાસણા વિસ્તારમાં શ્વેતાંબર જૈન મૂર્તિ પૂજક સંઘ દ્વારા એક વિશાળ વિરોધ રેલી કાઢવામાં આવી હતી. તાજેતરમાં માર્ગ અકસ્માતમાં જૈન સાધુઓના દુર્ઘટનાગ્રસ્ત મોતના બનાવને સમાજ દ્વારા “અકસ્માત નહીં, પરંતુ ષડયંત્ર” ગણવામાં આવી રહ્યો છે. આ ઘટનાની વિગતવાર તપાસ કરવામાં આવે અને દોષિતોને કડક સજા આપવામાં આવે તેવી માંગ સાથે જૈન સમુદાયે શાંતિપૂર્ણ રીતે રેલી યોજી હતી. સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે, આવા બનાવો સંવેદનશીલ ધર્મગુરુઓની સુરક્ષા પર પ્રશ્ન ઊભો કરે છે અને સરકાર તથા પોલીસ તંત્રે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે.

રેલીમાં મોટી સંખ્યામાં શ્રાવકો, સાધુ-સાધ્વીજીઓ અને યુવાવર્ગે ભાગ લીધો હતો.અમદાવાદમાં યોજાયેલી આક્રોશ રેલી વાસણાથી શરૂ થઇ હતી અને પ્રીતમનગર અખાડા ખાતે સભા યોજવામાં આવી હતી. ઉકળાટ અને ગરમી હોવાછતાં બાળકોથી માંડીને વૃદ્ધો આ રેલીમાં જોડાયા હતા. રેલીમાં જૈન સમાજના લોકો પોસ્ટરો સાથે જોવા મળ્યા હતા. જેમાં તેમણે આ ઘટનાને સુનિયોજિત કાવતરું ગણાવી હતી. આ ઘટનાની તપાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા એસઆઇટીની રચના કરવાની પણ માંગ કરી હતી.

જૈન સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે છેલ્લા કેટલાક વર્ષોથી હિટ એન્ડ રન દ્વારા જૈન સંતોને ટાર્ગેટ બનાવી હત્યા કરવામાં આવે છે. છેલ્લા બે અઠવાડિયામાં 4 જૈન સંતોની હત્યા કરવામાં આવી છે. વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સાધુ-સંતો માટે પગદંડી બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઇ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પોલીસ ભરતી ઉમેદવારો કસોટીનો અંત, જાન્યુઆરીના બીજા સપ્તાહમાં યોજાશે બિન હથિયારી PSI – લોકરક્ષક માટેની શારીરિક કસોટી

આ પણ વાંચો:લોકરક્ષક અને PSI ભરતી મુદ્દે હસમુખ પટેલે કરી મોટી જાહેરાત, બાકી રહેલા ઉમેદવારો માટે ફરી…

આ પણ વાંચો:લોકરક્ષક અને PSIની ભરતી માટે આવ્યા મોટા સમાચાર,12,472 જગ્યા માટે લાખો ઉમેદવારોએ કરી અરજી