વિધાનસભા ગૃહમાં બી.જે.મેડિકલ કોલેજમાં ડોક્ટરોની સ્થિતિ મામલે ધારાસભ્ય સી. જે. ચાવડા દ્વારા પુછવામા આવેલા સવાલનાં જવાબમાં Dy CM નીતિન પટેલ દ્વારા બી. જે. મેડિલક કોલેજમાં ડૉક્ટરોની અછત હોવાનો એકરાર કરવામા આવ્યો હતો. લેખીત જવાબમાં નીતિન પટેલે જણાવ્યું કે ખાલી જગ્યા ભરવા લાયકાત ધરાવતા ડોક્ટરનો અભાવ હોવાથી ખાલી જગ્યા ભરવામાં સરકાર અસમર્થ રહી છે. અને ખાલી જગ્યા ભરાઇ નથી.

આપને જણાવી દઇએ કે બી.જે.મેડિકલ કોલેજમાં વર્ગ એકથી ત્રણની કુલ 114 જગ્યાઓ ખાલી છે. વર્ગ 1ની 48, વર્ગ 2ની 12 અને વર્ગ 3ની 54 જગ્યાઓ ખાલી હોવાની સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામા આવી છે.

એક તરફ સરકાર દ્વારા વિવિધ આરોગ્ય યોજનાઓ લાગુ કરી પ્રજાને અટલો લાભ આપવામા આવી રહ્યાનાં ઢોલ પીટીને પ્રચાર કરવામા આવે છે, ત્યારે અમુક હોસ્પીટલોમાં ડોક્ટરો નથી, અમુક હોસ્પીટલ સરકારનીયોજનાનાં કાર્ડ હોવા છતી મસમોટી ફી વસુલે છે. તો અમુક હોસ્પીટલનાં રિયાલીટી ચેકમાં ચેક કરનારને જ હોસ્પીટલમાંં ભરતી કરવા પડે તેવી હાલત જોવામા આવી રહી છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
