Dahod News/ દાહોદ નજીક માહિતી વિભાગની બસ પલટી, 8 લોકો ઘાયલ

અકસ્માત (Accident))ની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી

Top Stories Gujarat Others
ભોપાલમાં મુખ્યમંત્રીના કાર્યક્રમનું કવરેજ પૂર્ણ કરીને અમદાવાદ પરત ફરી રહેલી માહિતી વિભાગની ટીમને દાહોદ જિલ્લાના કતવારા નજીક અકસ્માત (Accident)નડ્યો હતો

Dahod News : ભોપાલમાં મુખ્યમંત્રીના કાર્યક્રમનું કવરેજ પૂર્ણ કરીને અમદાવાદ પરત ફરી રહેલી માહિતી વિભાગની ટીમને દાહોદ જિલ્લાના કતવારા નજીક અકસ્માત (Accident)નડ્યો હતો. હાઈવે પર બસ પલટી જતાં ફોટોગ્રાફર સહિત કુલ 8 લોકો ઘાયલ થયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, ભોપાલમાં યોજાયેલા મુખ્યમંત્રીના કાર્યક્રમની કામગીરી પૂર્ણ કરીને માહિતી વિભાગની 22 સભ્યોની ટીમ બસ મારફતે અમદાવાદ પરત ફરી રહી હતી. તે દરમિયાન દાહોદ જિલ્લાના કતવારા નજીક હાઈવે પર બસ અચાનક પલટી ગઈ હતી.

અકસ્માત (Accident)ની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલ થયેલા તમામ લોકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ 8 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી વાહનવ્યવહાર સામાન્ય બનાવ્યો હતો.

હાલ કતવારા પોલીસે અકસ્માત (Accident)નું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તબક્કે બસ પલટી જવાના કારણ અંગે વિવિધ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : સુરતમાં ગમખ્વાર અકસ્માત: બેફામ ડમ્પરે મા-દીકરીને કચડ્યા, 22 વર્ષની મહિલા અને 3 વર્ષની પુત્રીનું ઘટનાસ્થળે મોત

આ પણ વાંચો : સાવધાન! રાત્રિના આ 1 કલાકમાં થાય છે સૌથી વધુ રોડ અકસ્માત, રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

આ પણ વાંચો : સુરતમાં 108 એમ્બ્યુલન્સ અકસ્માત બાદ દર્દીની હાલત ગંભીર, પરિવારનો ડ્રાઈવરની બેદરકારીનો આરોપ