Surat News/ સુરતમાં ગમખ્વાર અકસ્માત: બેફામ ડમ્પરે મા-દીકરીને કચડ્યા, 22 વર્ષની મહિલા અને 3 વર્ષની પુત્રીનું ઘટનાસ્થળે મોત

સુરતના ભેસ્તાન વિસ્તારમાં બેફામ ડમ્પરે (Surat Dumper Accident) મોપેડને અડફેટે લેતા 22 વર્ષની મહિલા અને તેમની 3 વર્ષની પુત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું. પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરીને અકસ્માત મામલે તપાસ શરૂ કરી છે.

Top Stories Gujarat Surat Breaking News
Surat Dumper Accident:સુરતમાં ડમ્પરની ટક્કરે માતા-પુત્રીનું કરુણ મોત

Surat News: સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં શનિવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત (Surat Dumper Accident) સર્જાયો હતો. બેફામ ઝડપે દોડી રહેલા ડમ્પરે મોપેડને અડફેટે લેતા 22 વર્ષીય મહિલા અને તેમની ત્રણ વર્ષની માસૂમ પુત્રીનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા.

Surat Dumper Accident: ડમ્પરે મા-દીકરીને કચડ્યા

માહિતી મુજબ, 22 વર્ષીય રુકશાન ઇમરાન સૈયદ પોતાની ત્રણ વર્ષની પુત્રી જૈનમ સાથે મોપેડ પર ડીંડોલી આવાસ તરફ જઈ રહી હતી. તે દરમિયાન ભેસ્તાન વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે (Surat Dumper Accident) તેમની મોપેડને અડફેટે લીધી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે માતા અને પુત્રી બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અકસ્માત (Surat Dumper Accident)ની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની માહિતી મળતા ભેસ્તાન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા અને અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકની અટકાયત કરીને તેની સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાથમિક તપાસમાં અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે સ્થળ પરથી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે. ઉપરાંત, આસપાસના CCTV ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોના આધારે સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.

આ દુર્ઘટનાએ ફરી એકવાર ભારે વાહનોની બેદરકારી અને માર્ગ સુરક્ષાના મુદ્દે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિક લોકોએ પણ આવા વાહનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.


આ પણ વાંચો:સુરતમાં 108 એમ્બ્યુલન્સ અકસ્માત બાદ દર્દીની હાલત ગંભીર, પરિવારનો ડ્રાઈવરની બેદરકારીનો આરોપ

આ પણ વાંચો:સુરતમાં BRTS બસ અકસ્માતમાં 14 વર્ષની ખતીજા ગંભીર, 24 કલાકથી બેભાન

આ પણ વાંચો:વડોદરાના જામ્બુવા બ્રિજ પાસે ગોઝારો અકસ્માત, સુરતથી ભાવનગર જતા 3 યુવકોના મોત, 2 ગંભીર રીતે ઇજાગ્રસ્ત