Ahmedabad News : દિલ્હી બ્લાસ્ટ બાદ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન ATSની ટીમોએ અમદાવાદમાં ધામા નાંખ્યા છે.ગુજરાતમાં ATS દ્વારા ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આતંકવાદીઓ પકડાયા બાદ દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે. આ ઉપરાંત તપાસમાં તેમનું અન્ય રાજ્યોમાં રેકી કરવાનું પણ સામે આવ્યું છે.
ત્યારે આ મુદ્દે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન ATS સહિત હૈદરાબાદ પોલીસ પણ તપાસ માટે અમદાવાદ આવી છે. તેઓ આતંકીઓ અને તેમના કનેક્શનને લઈને તપાસ કરશે. પાંચ વર્ષમાં ઝડપાયેલા આતંકીઓના કનેક્શનની પણ તપાસ કરશે.
દિલ્હીમાં 10 નવેમ્બર, 2025 ના રોજ, લગભગ 6.55 વાગ્યે, એક હ્યુન્ડાઇ i20 કાર લાલ ફોર્ટ મેટ્રો સ્ટેશન ગેટ નંબર 1 નજીક વિસ્ફોટ થયો. તીવ્રતા એટલી તીવ્ર હતી કે તે 5-10 કિલો વિસ્ફોટક સામાન હતો.વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આ ઘટના બાદ પીડિતોના મૃતદેહો ત્યાં વેરવિખેર મળી આવ્યા હતા. હજુ સુધી અનેક મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. આ વિસ્તારમાં આ ઘટના બાદઅનેક વાહનો ફસાયા હતા
સુરક્ષાને ધ્યાને રાખીને લાલ કિલ્લો 13 નવેમ્બર સુધી બંધ કરવામાં આવ્યો છે. તે સિવાય વિસ્ફોટને પગલે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પણ બંધ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર બ્લાસ્ટમાં 9 જણાના મોત થયા છે જ્યારે 20 લોકો ઘાયલ થયા છે.
આ પણ વાંચો:અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી
આ પણ વાંચો:અમદાવાદના સરખેજમાં સિક્યુરિટી ગાર્ડ સાથે મારામારી, એન્ટ્રી વગર ઘૂસતા ડિલિવરી બોયને ગાર્ડે રોકતા બબાલ
