- કોરોનાની ત્રીજી લહેર મુદ્દે મોટા સમાચાર
- OTMRIનાં વૈજ્ઞાનિક રાગેશ શાહ સાથે ખાસ વાતચીત
- આવનાર 10 દિવસમાં જ જોવા મળશે અસર
- ત્રીજી લહેરથી બચવા માસ્ક અને રસીકરણ જરૂરી
- અગાઉ સંક્રમિત થયેલા લોકોએ નિશ્ચિત થવું નહિ
- કોવિડ ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવું
- મંતવ્ય ન્યૂઝ પર ત્રીજી લહેર મુદ્દે મોટા સમાચાર
- ઑગષ્ટ એન્ડમાં ત્રીજી લહેર જે આવવાની છે
- પરંતુ તેના 1 મહિના પહેલા તેની પ્રોસેસ શરૂ થઈ જાય છે
- સર્જિકલ કે N95માસ્ક પહેરવું ખૂબ જ આવશ્યક

રાજકારણ / કેન્દ્ર સરકારને ખબર નથી ચીન સાથે કેવી રીતે વ્યવહાર કરવો: રાહુલ ગાંધી
દેશમાં કોરોનાનાં દૈનિક આંકડાઓ ભલે ઓછા સામે આવી રહ્યા છે. પરંતુ આ મહામારી હજુ આપણા જીવનમાંથી ગઇ નથી. જો કે બીજી લહેરમાં દેશમાં કોરોનાની સ્થિતિ એટલી ખરાબ હતી કે જેના કારણે લોકોનું જનજીવન ખોરવાઇ ગયુ છે. આ વચ્ચે હવે કોરોનાની ત્રીજી લહેર મુદ્દે મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

રાજકારણ / કેન્દ્ર સરકારને ખબર નથી ચીન સાથે કેવી રીતે વ્યવહાર કરવો: રાહુલ ગાંધી
આપને જણાવી દઇએ કે, OTMRI નાં વૈજ્ઞાનિક રાગેશ શાહ સાથે ખાસ વાતચીતમાં જે માહિતી તેમણે આપી છે તે જાણીને હવે લોકોએ ચેતી જવાની જરૂર છે. તેમના જણાવ્યા અનુસાર, આવનાકા 10 દિવસમાં જ કોરોનાની ત્રીજી લહેર જોવા મળશે. આ ત્રીજી લહેરથી બચવા માટે માસ્ક અને રસીકરણની જરૂર સૌથી વધુ છે. વળી આ ઉપરાંત કોવિડ ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવુ જોઇએ. જે કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટમાં આવવાની હતી તેના એક મહિના પહેલા તેની પ્રોસેસ શરૂ થઇ જાય છે. વળી આ કોરોનાવાયરસની ત્રીજી લહેરથી બચવા માટે સર્જિકલ કે N95 માસ્ક પહેરવું ખૂબ જ આવશ્યક છે.

સાવધાન! / દેશમાં સાર્વત્રિક વરસાદ, હિમાચલમાં ઓરેન્જ તો ઉત્તરાખંડમાં રેડ એલર્ટ જાહેર
ઉલ્લેખનીય છે કે, દેશભરમાં દિવસેને દિવસે કોરોના વાયરસનાં કેસો વધી રહ્યા છે અને આ મહામારીનાં મૃત્યુઆંકમાં વધારો થતો જ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 નાં 39,361 નવા કેસોની પુષ્ટિ થઈ અને 416 લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોના વાયરસથી રિકવર થયેલા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થવાને કારણે, એક્ટિવ કેસ ફરી એકવાર વધવા લાગ્યા છે. સોમવારે માહિતી જાહેર કરતા કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસનાં 39,361 નવા કેસ મળી આવ્યા છે, જ્યારે 35,968 દર્દીઓ ઠીક થયા છે. વળી, આ સમયગાળા દરમ્યાન કોરોના સંક્રમણનાં કારણે 416 દર્દીઓ પણ મૃત્યુ પામ્યા છે. આ નવા આંકડા પછી, દેશમાં કોરોના વાયરસનાં એક્ટિવ કેસો વધીને 4,11,189 અને કોરોના વાયરસનાં રિકવર દર્દીઓની સંખ્યા વધીને 3,05,79,106 થઈ ગઈ છે.
