Ajab Gajab News/ વરરાજાએ દહેજ લેવાની ના પાડી, સસરાએ સંબંધ જ તોડી નાખ્યો! વિચિત્ર ઘટના વાયરલ!!

“મને એવું લાગ્યું કે એ જાણે મને એક માણસ નહિં પરંતુ, ચીજવસ્તુની જેમ મેળવવા માગતા હતા! આ જ કારણે મેં એ સંબંધને ઠોકર મારી દીધી કારણ કે, મને એ લોકો યોગ્ય…

Ajab Gajab News Trending

Ajab Gajab News: સોશિયલ મીડિયા પર એક કિસ્સો વાયરલ થઈ રહ્યો છે જ્યાં દહેજ લેવાને કારણે નહિં પરંતુ, ન લેવાના કારણે સંબંધ તૂટી જવા પામ્યો છે!!

આજના સાંપ્રત સમાજમાં એવા ઘણા કરુણ કિસ્સા જાણવા મળે છે કે જેમાં કન્યા (Bride) પક્ષ વાળા દહેજ (Dowery) ન આપી શકવાના કારણે ક્યાંક જાન પાછી લઇ જવામાં આવે છે તો ક્યાંક વર (Groom)પક્ષ વાળા સંબંધ વિચ્છેદ કરી નાખે છે. દહેજ પ્રથા વિરુદ્ધ કાનૂન (Law) અસ્તિત્વમાં હોવા છતાં અને દહેજને ગેરકાનૂની (Illegal) ઘોષિત કરવા છતાં આ કુપ્રથા આજે પણ લોકોની વિચારધારામાં જીવંત છે એ સમાજ (Society)ની કરુણ વાસ્તવિકતા છે.

હવે આ વિચારધારાથી ઊલટો એક કિસ્સો સામે આવ્યો છે. જો તમને ખબર પડે કોઇનું લગ્ન (Marriage) થતા પહેલા જ તૂટી જાય કારણ કે, વરરાજાએ દહેજ લેવાનો ઇન્કાર કર્યો હોય તો ચોક્કસ તમને નવાઇ લાગશે!! સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ એક કિસ્સામાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેણે પણ આ વાયરલ વીડિયો (Viral Video) જોયો છે એ લોકો આ બનાવ વિશે ભાત-ભાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. કોઇ વરરાજાની ઈમાનદારીના વખાણ કરી રહ્યાં છે તો કોઈ વળી શ્વસુર (Father-in-law)ના નિર્ણય પર નારાજગી જાહેર કરી રહ્યાં છે!

દહેજ નથી લેતો, જરુર કોઈ કમી છે!

આ સમગ્ર ઘટના એક સોશિયલ મીડિયા યુઝરે (User) શૅર કરી છે અને જણાવ્યું છે કે, આ બનાવ એના સગા પિતરાઈ ભાઈ સાથે બનેલો છે. એણે વધુમાં લખ્યું છે કે, એનો પિતરાઈ ઘણો સમજુ અને સારું કમાતો વ્યક્તિ છે. લગ્ન માટે એના માટે એક સારું માગુ આવ્યું હતું અને છોકરા-છોકરી બંને એકબીજાને પસંદ પણ કરતા હતા. આ ઉપરાંત, બંનેના પરિવાર પણ લગ્ન માટે રાજી હતા પરંતુ, દહેજના કારણે આ સંબંધ થતા પહેલા જ તૂટી ગયો!

આ યુઝર લખે છે કે, યુવતીના પિતા ઘણી વાર દહેજ આપવાની રજૂઆતો કરતા રહ્યાં. એમણે ગિફ્ટ પેટે Range Rover કાર (Car) કે પછી ડુપ્લેક્સ (Duplex) આપવાની વાત અનેક વાર કરી હતી, પરંતુ મારા ભાઈએ દરેક વખતે એ લેવાની ના પાડી હતી. અંતે, કન્યાના પિતાએ સંબંધ તોડી નાખતા એવું કહ્યું હતું કે, જો એ દહેજ નથી લેતો તો એનામાં જરુર કોઈ ડિફેક્ટ છે!

જો iPhone ની વેલ્યૂ હોય તો વરરાજાની કેમ નહિં?

આ સોશિયલ મીડિયા યુઝરના કહેવા મુજબ, કન્યાના પિતાએ એવું કહીને પોતાની વિચારધારા પ્રગટ કરી હતી કે, “એક ઊંચા દરજ્જાનો વ્યક્તિ પોતાની કીંમત જાણતો હોય છે. Xiaomi અને Vivo મોબાઇલ ફોન સસ્તામાં મળી જાય છે પણ, લોકો લાખો રુપિયા ખર્ચીને iPhone ખરીદે છે કારણ એની વેલ્યૂ હોય છે!!” આ દ્રષ્ટાંત દ્વારા એમના કહેવાનો અર્થ એવો હતો કે, જો વરરાજા દહેજ ન લે તો કદાચ એ ‘કાબેલ’ નથી!

સમાજ માટે આ ઘટના લાલ સિગ્નલ સમાન

આ પોસ્ટ વાયરલ થતા વેંત, સોશિયલ મીડિયા પર ચર્ચાના ચગડોળે ચડી હતી. કોઇએ લખ્યું કે, ‘જો આવો જ તર્ક હોય તો પછી જે દહેજની ઑફર આપી રહી છે એ કન્યામાં ખોટ છે, એવું કેમ માનવામાં નથી આવતું?’ આ અંગે અન્ય લોકોએ પણ પોતાના અનુભવો શૅર કર્યા હતા.

એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું હતું કે, “મારા માટે પણ આવા જ માગા આવ્યાં હતા. તે તમામ કન્યાઓ અને એમના માતા-પિતા ઊતાવળે સંબંધ નક્કી કરવા માંગતા હતા, જ્યારે મારે થોડો સમય જોઇતો હતો. ત્યારબાદ, કન્યા પક્ષવાળાએ પોતાની હેસિયત અને સંપત્તિનો દેખાડો શરુ કરી દીધો હતો. હું તો ત્યારે જ સમજી ગયો કે આ એક લાલ સિગ્નલ (Red Signal) છે!”

અન્ય એક યુઝર લખે છે કે, “એક યુવતી અમેરિકાની કાયમી રહીશ (US PR) હતી તથા એનો પરિવાર આ જ બાબતને દર્શાવી મને લલચાવવા પ્રયાસ કરતો રહ્યો.” એણે એમ પણ લખ્યું હતું કે, “મને એવું લાગ્યું કે એ જાણે મને એક માણસ નહિં પરંતુ, ચીજવસ્તુની જેમ મેળવવા માગતા હતા! આ જ કારણે મેં એ સંબંધને ઠોકર મારી દીધી કારણ કે, મને એ લોકો યોગ્ય લાગ્યાં નહતાં.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભવિષ્યવાણીઓ/2028 માં માણસનું ભાગ્ય બદલાઈ જશે બાબા વેંગાની સૌથી ખતરનાક ભવિષ્યવાણી

આ પણ વાંચો: Baba Vanga/આવતા વર્ષે પૃથ્વીનો વિનાશ શરૂ થશે! શું કહે છે Baba Vanga ભવિષ્યવાણી?

આ પણ વાંચો: