Ajab Gajab News/ 1 મિલિયનની લોટરી જીત્યા બાદ એક મજૂરે સતત 3 મહિના સુધી પાર્ટી કરી, આખરે એ ICU માં દાખલ..!!

એડમના કહેવા પ્રમાણે, “ભલે તમારી પાસે એક મિલિયન હોય કે ટ્રિલિયન, પણ તમે જ્યારે એમ્બ્યુલન્સમાં પાછળ સૂતેલા હો ત્યારે આ પૈસાનું કોઈ મહત્વ રહેતું નથી.”…

Ajab Gajab News Trending

Ajab Gajab News: આ કહાણી એડમ લૉપેઝની છે જેની અચાનક એક સ્ક્રેચ-ઑફ લોટરી (Lottery) ખુલતા પૂરા 1 મિલિયન ડૉલર…લગભગ 8.3 કરોડ રુપિયા જીતી ગયા બાદ ફેમસ થઇ ગયો હતો. પરંતુ, આ ખુશી લાંબો સમય ટકી નહિં કારણ કે, એ લોટરીએ એની આખી જીંદગી તહસનહસ કરી નાંખી!!

બ્રિટન (Britain)ના નૉરફૉક ના રહીશ એવા 39 વર્ષીય એડમ લૉપેઝ (Adam Lopez)નું નસીબ અચાનક જુલાઇ મહિનામાં પલટાઇ ગયું. એ સમાચારોની સુર્ખી બની ગયો! એક સાધારણ ડ્રાઇવર એવા એડમે સ્ક્રેચ-ઑફ લોટરીમાં 1.3 મિલિયન ડૉલર અર્થાત્ લગભગ 11 કરોડ રુપિયા જીતી લીધા અને રાતોરાત ધનવાન બની ગયો. આ પહેલા એના ખાતામાં માત્ર 17 જ ડૉલર હતા જે લૉટરી લાગતા જ, અધધધ રકમ એના એકાઉન્ટમાં જમા થઇ ગઇ!! આ લોટરીએ એનું બેન્ક બેલેન્સ (Bank Balance) તો છલકાવી દીધું અને એની જીંદગીને પણ ધરમૂળથી બદલી નાખી.

નોકરી છોડી, પછી કરી 3 મહિના જલસાપાર્ટી

અચનાક અમીર બન્યા પછી એડમે પોતાની નોકરી (Job) છોડી દીધી અને સતત ત્રણ મહિના સુધી પાર્ટી (Party) કરતો રહ્યો. એના જણાવ્યાનુસાર, એ લગાતાર પાર્ટી કરતો રહ્યો. એની જીંદગીમાં એ પ્રથમવાર જ ખુલીને જીવી રહ્યો હતો પણ આ પાર્ટીના અતિરેકમાં એ કદાચ ઊંધા રસ્તે જતો રહ્યો. પૈસાની ચમક-દમક અને મોજ-મસ્તીમાં એ એટલો ચકનાચૂર થઇ ગયો કે બસ દિવસ-રાત નશા અને જશ્નમાં જ ડૂબેલો રહેવા માંડ્યો!

તબીયત બગડતા પહોંચવું પડ્યું હૉસ્પિટલમાં

સપ્ટેમ્બર મહિનામાં એની તબીયત અચાનક બગડી જતા શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને એનું ચાલવું પણ કઠિન બની ગયું. એના કહેવા મુજબ, “મેં એમ્બ્યુલન્સ બોલાવી અને જ્યારે સ્ટ્રેચર પર સૂઇને મને એમ્બ્યુલન્સ (Ambulance)માં લઇ જવાયો ત્યારે મારા જીવન નો સૌથી મોટો ઝાટકો મને લાગ્યો!”

ડૉક્ટરોની તપાસમાં જાણવા મળ્યું કે, એડમના બંને ફેફસામાં બ્લડ ક્લોટ (Blood Clot) થઇ ગયું છે. લોહીનો જથ્થો એના પગથી ફેફસા સુધી પહોંચી ગયો અને એનાથી એનો જીવ જોખમમાં પડી ગયો.

હૉસ્પિટલના 8 દિવસમાં મળ્યો સૌથી મોટો સબક

એડમને તરત જ નૉરફૉક એન્ડ નૉરવિચ યુનિવર્સિટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ત્યાં એને પૂરા આઠ દિવસ રાખવામાં આવ્યો. એણે જણાવ્યું હતું કે, “ત્યાંના લોકો કોઇ દેવદૂતો (Angels) સમાન લાગ્યા જેમણે મને ફરીથી જીવન બક્ષ્યું.” એના કહેવા પ્રમાણે, આ ઘટનાએ એને એક “મોટો પાઠ” (Big Lesson) ભણાવ્યો. મને ખબર તો હતી કે, આ બધું કોઈક દિવસે ખતમ થઇ જશે પણ આ રીતે નહિં! આ મારા માટે એક મોટી ચેતવણી હતી.

“પૈસાથી મહામૂલું જીવન છે”

એડમના કહેવા પ્રમાણે, “ભલે તમારી પાસે એક મિલિયન હોય કે ટ્રિલિયન, પણ તમે જ્યારે એમ્બ્યુલન્સમાં પાછળ સૂતેલા હો ત્યારે આ પૈસા (Money)નું કોઈ મહત્વ રહેતું નથી.”

હવે એ પોતાના સ્વાસ્થ્ય અને રીકવરી (Health Recovery) પર ધ્યાન આપી રહ્યો છે અને હવેના 6 થી 9 મહિનામાં પોતાને પૂર્ણ રીતે સ્વસ્થ કરવાનું એનું લક્ષ્ય છે. એ કહે છે કે, મેં મારી નોકરી છોડી દીધી હતી, પણ હવે અહેસાસ થયો કે મારે આવું નહતું કરવું જોઇતુ. મેં મારા જીવનની લય ગુમાવી દીધી હતી!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભવિષ્યવાણીઓ/2028 માં માણસનું ભાગ્ય બદલાઈ જશે બાબા વેંગાની સૌથી ખતરનાક ભવિષ્યવાણી

આ પણ વાંચો: Baba Vanga/આવતા વર્ષે પૃથ્વીનો વિનાશ શરૂ થશે! શું કહે છે Baba Vanga ભવિષ્યવાણી?

આ પણ વાંચો: ભવિષ્યવાણીઓ/ભારતમાં આટલા બધા ભૂકંપ કેમ આવી રહ્યાં છે, તેનું કારણ શું છે? શું કહે છે બાબા વેંગાની ભવિષ્યવાણી