Gujarat News/ શિક્ષણ વિભાગે દિવાળી વેકેશનની કરી જાહેરાત, જાણો ક્યારથી ક્યાં સુધી વેકેશન રહેશે

વેકેશન બાદ શાળા અને શિક્ષણ રાબેતા મુજબ શરૂ થઇ જશે

Gujarat

Gujarat News : દિવાળીના તહેવારોના પગલે રાજ્યના લાખો વિદ્યાર્થીઓ, કરોડો વાલી અને શિક્ષકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ગુજરાતનાં શિક્ષણ વિભાગ દ્વારા 21 દિવસના દિવાળી વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. 21 દિવસ લાંબા દિવાળી વેકેશન જાહેર કરવામાં આવતા શિક્ષકોથી માંડી વાલીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે.

પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે વેકેશનની તારીખોમાં થોડો સામાન્ય તફાવત અને ફેરફાર રખાયો છે.શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર અનુસાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વેકેશનની શરૂઆત 16 ઓક્ટોબરથી થશે. આ વેકેશન 5 નવેમ્બર સુધી ચાલુ રહેશે. જ્યારે 17 ઓક્ટોબરથી પ્રાથમિક વિભાગનું વેકેશન શરૂ થશે અને 6 નવેમ્બર સુધી ગણાશે. ત્યાર બાદ શિક્ષણના સત્રો ફરી એકવાર યથાવત્ત શરૂ કરવામાં આવશે.

શિક્ષણ વિભાગની જાહેરાત સાથે જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાલીઓ અને શિક્ષકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બહાર ફરવા માટે ટિકિટોનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે. વિદ્યાર્થીઓમાં 21 દિવસના આ લાંબા વેકેશનથી ઉત્સાહ અને ખુશીનો માહોલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતીઓ દિવાળીના વેકેશનમાં ફરવા માટે મોટા પ્રમાણમાં બહાર જતા હોય છે. વેકેશન બાદ શાળા અને શિક્ષણ રાબેતા મુજબ શરૂ થઇ જશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gandhinagar News/નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની સફળ વિકાસયાત્રાના 24 વર્ષની સફળતાની ઉજવણીના વિકાસ સપ્તાહનો પ્રારંભ…

આ પણ વાંચો: Gujarat News/ગુજરાતના દૂધાળા પશુઓમાં વ્યંધત્વ ઘટાડીને દૂધ ઉત્પાદન વધારવા “ફર્ટિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ” અમલમાં મૂકાયો

આ પણ વાંચો: ગુજરાતમાં ‘વિકાસ સપ્તાહ’ નો પ્રારંભ…આજે ૭ ઓક્ટોબરે ‘યુવા સશક્તિકરણ દિવસ’ની ઉજવણી…