GSEB Result 2026/ હવે વ્હોટ્સએપ પર જાણો ધોરણ-10નું રિઝલ્ટ! આવતીકાલે સવારે જાહેર થશે પરિણામ

ગુજરાત બોર્ડ (GSEB) આવતીકાલે 6 મે ના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર કરશે. વિદ્યાર્થીઓ સવારે 8 વાગ્યે gseb.org અને WhatsApp નંબર 6357300971 પરથી રિઝલ્ટ જોઈ શકશે.

Top Stories Gandhinagar Gujarat
GSEB SSC Result 2026

GSEB SSC Result 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ-10 (SSC) અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થીઓની રાહ હવે પૂરી થઈ છે. માર્ચ મહિનામાં લેવાયેલી બોર્ડની પરીક્ષાનું પરિણામ આવતીકાલે એટલે કે 6 મે, 2026 ના રોજ સવારે 8:00 વાગ્યે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.

કઈ રીતે જોશો પરિણામ?

વિદ્યાર્થીઓ અને વાલીઓ પોતાનું પરિણામ બે સરળ રીતોથી જાણી શકશે, જેમાં પ્રથમ રીત મુજબ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ gseb.org પર જઈને પોતાનો સીટ નંબર (Seat Number) દાખલ કરીને રિઝલ્ટ જોઈ શકાશે. આ ઉપરાંત, આ વર્ષે બોર્ડે ટેકનોલોજીનો ઉપયોગ કરી પ્રક્રિયા વધુ સરળ બનાવી છે, જે અંતર્ગત વિદ્યાર્થીઓ પોતાનો બેઠક ક્રમાંક WhatsApp નંબર 6357300971 પર મોકલીને પણ પોતાનું પરિણામ તરત જ મેળવી શકશે.

GSEB SSC Result 2026

15 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી થશે

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2026ની ધોરણ-10ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ દરમિયાન યોજાઈ હતી. સમગ્ર રાજ્યમાંથી અંદાજે 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. ધોરણ-12ના પરિણામો જાહેર થયા બાદ હવે ધોરણ-10ના વિદ્યાર્થીઓમાં પોતાના રિઝલ્ટને લઈને ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.

ગુણચકાસણી અને સુધારા અંગેની વિગતો

બોર્ડની અખબારી યાદી મુજબ, શાળાઓમાં ગુણપત્રક (Mark sheet) અને પ્રમાણપત્ર મોકલવા અંગેની સૂચનાઓ આગામી સમયમાં આપવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થીને પોતાના ગુણ બાબતે સંતોષ ન હોય અને રી-ચેકિંગ એટલે કે ગુણચકાસણી કરાવવી હોય, તો તેના માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ઉપરાંત, પૂરક પરીક્ષા 2026 માટેના ફોર્મ ભરવા અને નામ સુધારા અંગેની વિગતો પણ ટૂંક સમયમાં બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.


આ પણ વાંચોઃ  આવતીકાલે જાહેર થશે ધોરણ-12નું પરિણામ, GSEB બન્યું ટેકનોસેવી

આ પણ વાંચોઃ GSEBએ બોર્ડની પરીક્ષાની તારીખ કરી જાહેર, ધોરણ 10 અને 12ની પરીક્ષા આ તારીખથી શરૂ થશે

આ પણ વાંચોઃ  ધોરણ-10નું બોર્ડનું પરિણામ 64.62% આવ્યું, પાછલા વર્ષ કરતા ઓછું