Ahmedabad News : અમદાવાદના ગ્યાસપુર વિસ્તારમાં ગેરકાયદે ધોબીઘાટ સામે મ્યુનિસિપલ તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ચાલતા 19 ગેરકાયદે યુનિટ્સને તોડી પાડવામાં આવ્યા છે. આ યુનિટ્સ છેલ્લા એક વર્ષથી બિનઅનુમતિ ધમધમતા હતા.
ધોબીઘાટ(Washing Ghat)માંથી નીકળતું પ્રદૂષિત પાણી સીધું નદીમાં છોડવામાં આવતું હતું

તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ધોબીઘાટમાંથી નીકળતું પ્રદૂષિત પાણી સીધું નદીમાં છોડવામાં આવતું હતું, જેના કારણે નદી વધુ પ્રદૂષિત થઈ રહી હતી. આ મુદ્દે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને કોર્પોરેશન દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી. નોટિસ છતાં કામગીરી ન થતાં અંતે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી.
બીજી તરફ, એકમ સંચાલકોનું કહેવું છે કે શહેરમાં અન્ય અનેક ફેક્ટરીઓ પણ પ્રદૂષિત પાણી નદીઓમાં છોડે છે, પરંતુ તેમના સામે કાર્યવાહી થતી નથી. તેમ છતાં ધોબીઘાટ સંચાલકોએ સ્વીકાર્યું છે કે તેઓ પણ પ્રદૂષિત પાણી નદીમાં છોડતા હતા.
