રાજકોટ: દિવાળીના તહેવાર ટાણે જે મોંઘવારી ભરડો લઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. નવેમ્બર મહિનાની શરૂઆત થતા જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો અને હવે ખાદ્યતેલોના ભાવમાં ભડકો થયો છે. એક જ દિવસમાં કપાસિયા તેલના ડબ્બે 100 રૂપિયાનો વધારો કરાયો છે.
આજે ખુલતા બજારે કપાસિયા તેલના ભાવમાં 100 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. કપાસિયા તેલના 15 કિલો બ્રાન્ડેડ ડબ્બાનો ભાવ 1510 રૂપિયા હતો, જે વધીને 1610 રૂપિયા ભાવ થયો છે. દિવાળીના તહેવારને લઈને કપાસિયા તેલની માગમાં વધારો થઈ રહ્યો છે. દિવાળી બાદ પણ લગ્નની સિઝન હોવાથી ખાદ્યતેલના ભાવ વધે તેવી શકયતા વેપારીઓએ વ્યક્ત કરી છે.
આ પણ વાંચો: Foreign Liquor/ સુરતના ડીંડોલી વિસ્તારમાં હોટેલની આડમાં દારૂનો વેપલો, માલિક ફરાર
આ પણ વાંચો: Suicide Case/ સુરતમાં સોલંકી પરિવારના આપઘાતમાં PM રિપોર્ટમાં થયો મોટો ઘટસ્ફોટ
આ પણ વાંચો: Female Gym Trainer/ મહિલા જીમ ટ્રેઈનરના અન્ય પુરૂષો સાથે સંબંધો હતા, પતિની ફરિયાદ પર ઈરાની કોર્ટે તેને મોતની
