Foreign Liquor/ સુરતના ડીંડોલી વિસ્તારમાં હોટેલની આડમાં દારૂનો વેપલો, માલિક ફરાર

સુરતમાં એક હોટલની આડમાં દારૂનો વેપલો થયાનું સામે આવ્યું. પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા બે લોકોની ધરપકડ કરી. આ મામલે પોલીસ હોટેલ માલિકની શોધખોળ કરી રહી છે.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 25 સુરતના ડીંડોલી વિસ્તારમાં હોટેલની આડમાં દારૂનો વેપલો, માલિક ફરાર

ગુજરાત : રાજ્યમાં ડ્રગ્સ અને દારૂ પર પ્રતિબંધ બાદ પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે. સુરતમાં એક હોટલની આડમાં દારૂનો વેપલો થયાનું સામે આવ્યું. પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા બે લોકોની ધરપકડ કરી. આ મામલે પોલીસ હોટેલ માલિકની શોધખોળ કરી રહી છે.

સુરતના ડિંડોલી વિસ્તારની એક હોટેલમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા પોલીસે થ્રિ વ્હીલ ટેમ્પો સહિત 1.78 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કર્યો. ડિંડોલી વિસ્તારની સ્પેરો ઓયો હોટલમાં પ્રતિબંધિત વિદેશ દારૂના વેચાણ કરવામાં આવતું હતું. હોટેલ માલિક દ્વારા મોટા પાયે થ્રિ વ્હીલ ટેમ્પો ભરી વિદેશ દારૂ મંગાવવામાં આવ્યો હતો. પોલીસને બાતમીના આધારે આ સમગ્ર મામલાની જાણ થતા હોટલ પર દરોડો પાડતા નિખિલ યશવંત પાટીલ અને કલ્પેશ ગુલાબ પાટીલની ધરપકડ કરી. જયારે હોટેલનો માલિક પ્રમોદ પાટીલ ફરાર થતા વોન્ટેડ જાહેર કર્યો.

ડીંડોલી પોલીસના એક સૂત્રના જણાવ્યા મુજબ સ્પેરો ઓયો હોટલમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડવા ઉપરાંત એલસીબીની ટીમ દ્વારા ડુપ્લીકેટ દારૂ બનાવવાની મીની ફેકટરી પર છાપો મારી બે શખ્સની ધરપકડ કરવામાં આવી. પોલીસે બે શખ્સની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે હોટેલ માલિક પ્રમોદ પાટીના કહેવા પર વિદેશી દારૂનું કટિંગ કરાતું હતું. અગાઉ પણ પ્રમોદ પાટીલ વિરુદ્ધ દેશી દારૂ મામલે ગુનો નોંધાયો હોવાનું પોલીસે જણાવ્યું. પ્રમોદ પાટીલ હોટલની આડમાં પોતાના ગ્રાહકોને દારૂની બોટલો આપતો હોવાનું પોલીલસને શંકા છે. આ મામલે હાલ તપાસ ચાલી રહી છે. પોલીસે ધરપકડ કરેલ બે શખ્સને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવામાં આવ્યા.


whatsapp ad White Font big size 2 4 સુરતના ડીંડોલી વિસ્તારમાં હોટેલની આડમાં દારૂનો વેપલો, માલિક ફરાર


આ પણ વાંચો : World Cup 2023/ ભારતીય ટીમને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ 2023માંથી બહાર

આ પણ વાંચો : Big Scam/ દાની ડેટા એપ કૌભાંડ મામલે ગુજરાતમાં અમદાવાદ, કચ્છ અને નવસારીમાં EDના દરોડા

આ પણ વાંચો : Earthquake/ નેપાળમાં વારંવાર ભૂકંપ કેમ આવે છે, તેની પાછળનું ભૌગોલિક કારણ શું છે?