Not Set/ ઇનસાઈટ ઉપગ્રહે મંગળ પર કર્યું આ કામ, વૈજ્ઞાનિકોને આપી ક્રિસમસ ગીફ્ટ

વોશિગ્ટન ઇનસાઈટ ઉપગ્રહે નાસાના વૈજ્ઞાનિકોને એક અદ્ભુત ક્રિસમસ ગીફ્ટ આપી છે. સાત મહિનાના પ્રવાસ બાદ નાસાનું માર્સ ઇનસાઈટ ૨૬ નવેમ્બરે મંગળ ગ્રહ પર સફળતા પૂર્વક ઉતરાણ કરી ચુક્યું છે. The @NASAInSight lander placed its seismometer on Mars on Dec. 19, marking the first time a science instrument has ever been placed onto the surface of another planet. The lander is […]

Top Stories World Trending Tech & Auto
pia22956 1041 ઇનસાઈટ ઉપગ્રહે મંગળ પર કર્યું આ કામ, વૈજ્ઞાનિકોને આપી ક્રિસમસ ગીફ્ટ

વોશિગ્ટન

ઇનસાઈટ ઉપગ્રહે નાસાના વૈજ્ઞાનિકોને એક અદ્ભુત ક્રિસમસ ગીફ્ટ આપી છે.

સાત મહિનાના પ્રવાસ બાદ નાસાનું માર્સ ઇનસાઈટ ૨૬ નવેમ્બરે મંગળ ગ્રહ પર સફળતા પૂર્વક ઉતરાણ કરી ચુક્યું છે.

ઇનસાઈટ પ્રથમ વખત મંગળ ગ્રહની જમીનનું ખોદાણ કરીને અભ્યાસ કરવાનું હતું. આ માટે નાસાને અભૂતપૂર્વ સફળતા એ મળી છે કે તેઓ મંગળ ગ્રહની ધરતી પર સીસ્મોમીટર લગાવવામાં સફળ થયા છે.

ઇનસાઈટે મંગળ ગ્રહ પર પોતાનું પ્રથમ ઉપકરણ લગાવી દીધું છે.

નાસાએ જણાવ્યું છે કે ઇનસાઇટે જે ફોટા મોકલ્યા છે તેમાં મંગળની ધરતી પર સીસ્મોગ્રાફ દેખાઈ રહ્યું છે.મંગળ ગ્રહ પર ઇનસાઈટની ગતિવિધિઓ અમારી અપેક્ષા કરતા ઘણી સારી થઇ ગઈ છે.

મંગળ ગ્રહની જમીન પર સુરક્ષિત રીતે સીસ્મોમીટર જે ઇનસાઇટે લગાવ્યું છે તે અમારા માટે ક્રિસમસ ગીફ્ટ સમાન છે.

૨૬ નવેમ્બરના રોજ માનવરહિત ઇનસાઇટ ઉપગ્રહ મં૬૨૦૦ કિમી પ્રતિ કલાકની સ્પીડ ધરાવતા આ ઉપગ્રહએ ૩૦૧,૨૨૩,૯૮૧ માઈલનું અંતર કાપ્યું છે.

ઇનસાઇટ ઉપગ્રહના બે સેન્સર દ્વારા વાઈબ્રેશન કેપ્ચર કરવામાં આવ્યો હતો. આ ધ્રુજારીનો હવામાં ઝંડો લહેરાઈ હોય હોય તેવો અવાજ હતો

નાસાના ઇનસાઈટ ઉપગ્રહે મંગળ ગ્રહ પરની કેટલી ધ્રુજારીને કેપ્ચર કરી હતી. તમને જણાવી દઈએ કે આ ઉપગ્રહનો કુલ ખર્ચ ૭૦૪૪ કરોડ રૂપિયા થયો હતો.

૫ મે ૨૦૧૮ ના રોજ કેલીફોર્નીયાના વનડેનબર્ગ એરફોર્સ સ્ટેશનથી એટલસ વી રોકેટ દ્વારા તેને લોન્ચ કરવામાં આવ્યું હતું.

આની પહેલા પણ નાસા દ્વારા વર્ષ ૨૦૧૨માં મંગળ પર યાન ક્યુરોસીટી મોકલવામાં આવ્યું હતું. આ જ મિશનમાં મંગળ ગ્રહ પર પાણી છે તેના પુરાવા મળ્યા હતા.