Not Set/ GST કાઉન્સિલની મીટીંગમાં શું થશે એસી, ટીવી, ડીજીટલ કેમેરાનાં ટેક્સ રેટમાં ઘટાડો ?

નવી દિલ્લી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની આજે મીટીંગ છે. બધાંની નજર આજે આ મીટીંગ પર છે કારણકે વડાપ્રધાન મોદીએ ટેક્સ દરમાં ઘટાડો થવાની હિન્ટ આપી હતી. એમણે આશા જતાવી હતી કે, એમની સરકાર ઈચ્છે છે કે 99% વસ્તુઓ GST નાં 18% સ્લેબમાં આવી જાય. મોદીએ જણાવ્યું હતું કે, GST નાં 28% સ્લેબમાં માત્ર […]

Top Stories India Business
finance minister GST કાઉન્સિલની મીટીંગમાં શું થશે એસી, ટીવી, ડીજીટલ કેમેરાનાં ટેક્સ રેટમાં ઘટાડો ?

નવી દિલ્લી,

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની આજે મીટીંગ છે. બધાંની નજર આજે આ મીટીંગ પર છે કારણકે વડાપ્રધાન મોદીએ ટેક્સ દરમાં ઘટાડો થવાની હિન્ટ આપી હતી.

એમણે આશા જતાવી હતી કે, એમની સરકાર ઈચ્છે છે કે 99% વસ્તુઓ GST નાં 18% સ્લેબમાં આવી જાય. મોદીએ જણાવ્યું હતું કે, GST નાં 28% સ્લેબમાં માત્ર અમુક સિલેક્ટેડ વસ્તુઓ જ રહે જેવી કે લકઝરી ગુડ્સ.

આજની મીટીંગનાં એજન્ડામાં કેન્દ્ર અને રાજ્યની રેવન્યુ પરિસ્થિતિની ચર્ચા, એક્સપોર્ટર માટેના રિફંડનાં નિયમોને સરળ બનાવા વગેરે બાબત હોઈ શકે છે. GST કાઉન્સિલની મીટીગ, કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલી દ્વારા યોજવામાં આવશે.

આ મીટીંગમાં ઘણી વસ્તુઓ જેવી કે એસી, ડીશવોશર, ટીવી, ડીજીટલ કેમેરા વગેરે 28% ટેક્સ સ્લેબમાંથી 18% ટેક્સ સ્લેબમાં લાવવા માટે નિર્ણય આવી શકે છે. સિમેન્ટ, ઓટોમોબાઈલનાં ટેક્સ રેટમાં ઘટાડો થશે નહી. પ્લગ- ઇન હાયબ્રીડ કાર પર પણ ટેક્સ ઘટાડવા માટે ચર્ચા થઇ શકે છે. જે હાલ 28% ટેક્સ સ્લેબમાં આવે છે.

1200 જેટલી વસ્તુ અને સર્વિસ ચાર ટેક્સ સ્લેબમાં આવે છે. જે ટેક્સ સ્લેબ છે 5%, 12%, 18% અને 28%. અત્યારે 40 જેટલી સર્વિસ અને વસ્તુઓ 28% ટેક્સ સ્લેબમાં આવે છે.

ગઈકાલે મોદીએ કહ્યું હતું કે, ‘ GST સીસ્ટમ મોટા પાયે સ્થાપિત કરવામાં આવી છે અને અમે એ દિશા તરફ કામ કરી રહ્યાં છીએ જ્યાં અમે 99% વસ્તુઓને 18% GST સ્લેબમાં લાવી શકાય.’