Not Set/ બે દિવસ બાદ ગુજરાત આવશે કોરોના વેક્સિન, CM નિવાસસ્થાને આજે તાકીદની બેઠક

ગુજરાત માટે રાહતનાં સમાચાર સામે આવી રહ્યા છે. બે દિવસ બાદ ગુજરાત કોરોના વેક્સિન આવશે  અને આ જ કારણે CM નિવાસસ્થાને આજે વેક્સિન સંદર્ભે બેઠક યોજવામાં આવી રહી છે.

Top Stories Gujarat Others Trending Breaking News
vacine બે દિવસ બાદ ગુજરાત આવશે કોરોના વેક્સિન, CM નિવાસસ્થાને આજે તાકીદની બેઠક

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • બે દિવસ બાદ ગુજરાત આવશે કોરોના વેક્સિન
  • CM નિવાસસ્થાને આજે વેક્સિન સંદર્ભે બેઠક
  • ટ્રાયલ અર્થે ભારત બાયોટેકની વેક્સિન આવશે ગુજરાત
  • રાજ્યના પાંચ જગ્યાએ થશે, કોરોના વેક્સિનના ટ્રાયલ
  • વોલન્ટિયર્સને અપાશે કો-વેક્સિનના ડોઝ
  • તંત્ર દ્વારા વોલન્ટિયર્સનો ડેટાબેઝ પહેલેથી જ છે તૈયાર
  • સૌથી પહેલા કો-વેક્સિનને અમદાવાદની સોલા સિવિલમાં લવાશે
  • પ્રાથમિક તબક્કે 1 હજાર લોકો પર ટ્રાયલ કરાશે

જી હા, ગુજરાત માટે રાહતનાં સમાચાર સામે આવી રહ્યા છે. બે દિવસ બાદ ગુજરાત કોરોના વેક્સિન આવશે  અને આ જ કારણે CM નિવાસસ્થાને આજે વેક્સિન સંદર્ભે બેઠક યોજવામાં આવી રહી છે. આપને જણાવી દઇએ કે, ગુજરાત આવી રહેલી ભારત બાયોટેકની કોરોના વેક્સિન ટ્રાયલ અર્થે ગુજરાત આવી રહી છે.

ભારત બાયોટેકની કોરોના વેક્સિનનું રાજ્યની પાંચ જગ્યાએ ટ્રાયલ કરવામાં આવશે. વોલન્ટિયર્સને કોરોના વેક્સિનના ડોઝ અપાશે. તંત્ર દ્વારા વોલન્ટિયર્સનો ડેટાબેઝ પહેલેથી જ તૈયાર કરી દેવામાં આવ્યો છે. સૌથી પહેલા કોરોના વેક્સિનને અમદાવાદની સોલા સિવિલમાં ટ્રાયલમાં લવાશે. પ્રાથમિક તબક્કે 1 હજાર લોકો પર ટ્રાયલ કરાશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….