Virat Kohli/ અદભુત સંયોગ સચીન, ગાવસ્કર અને કોહલી ત્રણેયની 29મી સદી વેસ્ટઇન્ડીઝ સામે

મહાન ક્રિકેટરોની રમતનો અભિગમ ભલે જુદો-જુદો હોય પરંતુ તેમની વચ્ચે ઘણી વખત જબરજસ્ત આંકડાકીય સામ્યતા જોવા મળતી હોય છે. આવી સામ્યતા હાલમાં વિરાટ કોહલી, સચીન તેંડુલકર અને સુનીલ ગાવસ્કર વચ્ચે જોવા મળી છે.

Top Stories Sports
Sachin Tendulkar Sunil Gavaskar and Virat Kohli scaled 1 અદભુત સંયોગ સચીન, ગાવસ્કર અને કોહલી ત્રણેયની 29મી સદી વેસ્ટઇન્ડીઝ સામે

મહાન ક્રિકેટરોની રમતનો અભિગમ ભલે જુદો-જુદો હોય Virat Kohli પરંતુ તેમની વચ્ચે ઘણી વખત જબરજસ્ત આંકડાકીય સામ્યતા જોવા મળતી હોય છે. આવી સામ્યતા હાલમાં વિરાટ કોહલી, સચીન તેંડુલકર અને સુનીલ ગાવસ્કર વચ્ચે જોવા મળી છે. આ આંકડાકીય સામ્યતા જોઈએ તો કોઈ પણ આશ્ચર્યચક્તિ થયા વગર રહે નહી. ભારતના મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કર, સચીન તેંડુલકર અને વર્તમાન મહાન ક્રિકેટર વિરાટ કોહલી ત્રણેયે તેમની કારકિર્દીની 29મી સદી વેસ્ટઇન્ડિઝ સામે જ ફટકારી છે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝીની Virat Kohli બીજી મેચ ત્રિનિદાદમાં રમાઈ રહી છે. વિરાટ કોહલીએ 121 રન કરી પોતાની 76મી ઈન્ટરનેશનલ સેન્ચુરી ફટકારી છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટમાં બીજા દિવસે ભારત મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. આ બંને ટીમ વચ્ચે 100મી ટેસ્ટ છે. કોહલીએ ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મેચ વચ્ચે 100મી મેચમાં સેન્ચુરી ફટકારી છે, જ્યારે આ પહેલા સુનીલ ગાવસ્કરે પણ ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી 50મી ટેસ્ટમાં સેન્ચુરી ફટકારી હતી. અને વધુ રસપ્રદ વાત એ છે કે સુનીલ ગાવસ્કર પણ વિરાટ કોહલીની જેમ જ 121 રને આઉટ થયા હતા.

ગાવસ્કર-કોહલી વચ્ચે જબરજસ્ત સંયોગ

ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસ્કરે 1983માં વેસ્ટ ઈન્ડિઝ Virat Kohli અને ભારત વચ્ચે રમાયેલી 50મી મેચમાં પોતાના કરિયરની 29મી ટેસ્ટ સેન્ચુરી ફટકારી હતી, જ્યારે વિરાટ કોહલીની પણ 29મી સેન્ચુરી છે. સુનીલ ગાવસ્કરે 121 રન બનાવીને રન આઉટ થયા હતા, જ્યારે વિરાટ કોહલી પણ 121 રને રન આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો છે.

સચીન-વિરાટ માટે પોર્ટ ઓફ સ્પેન બન્યું પોર્ટ ઓફ સેન્ચુરી

ટેસ્ટ ક્રિકેટમાં 29મી વખત સેન્ચુરી ફટકારનાર Virat Kohli કોહલીએ 206 બોલમાં 121 રન કર્યા, જેમાં 11 ચોગ્ગા સામેલ રહ્યા. કોહલી હવે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સર્વાધિક સેન્ચુરી બનાવનાર બેટ્સમેનમાં સચિન તેંડુલકરની 100 સેન્ચુરીથી માત્ર 24 સેન્ચુરી જ દૂર છે. કોહલીએ વિદેશની ભૂમિ પર સર્વાધિક સેન્ચુરી બનાવવાના મામલે સચિનને પાછળ છોડવાથી એક જ કદમ દૂર છે. વિદેશી ભૂમિ પર કોહલીના નામે 28 સેન્ચુરી છે જ્યારે સચિનના નામે 29 સેન્ચુરી છે. વિરાટ કોહલીએ 2023માં પોર્ટ ઓફ સ્પેનમાં પોતાની 29મી ટેસ્ટ સેન્ચુરી લગાડી, જ્યારે ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે પણ પોતાની 29મી ટેસ્ટ સેન્ચુરી 2002માં પોર્ટ ઓફ સ્પેનમાં ફટકારી હતી. વિરાટે શૈનન ગ્રેબિયલની બોલિંગમાં સ્કેવર ડ્રાઈવ રમીને ચોગ્ગાની સાથે 180 બોલમાં સેન્ચુરી ફટકારી હતી.

 

આ પણ વાંચોઃ પાકિસ્તાન/ પાકિસ્તાનમાં ત્રણ હિંદુ બહેનોનું એકસાથે કરવામાં આવ્યું અપહરણ, બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવીને લગ્ન કર્યા

આ પણ વાંચોઃ IND Vs WI Test Match/ ભારતનો પ્રથમ દાવ 438 રનમાં સમેટાયો, કોહલીએ 500મી મેચમાં 121 રન બનાવ્યા

આ પણ વાંચોઃ Rozgar Mela/ PM મોદી શનિવારે રોજગાર મેળામાં 70,000 યુવાનોને નિમણૂક પત્ર વિતરણ કરશે

આ પણ વાંચોઃ પશ્વિમ બંગાળ/ CM મમતા બેનર્જી શરૂ કરશે ‘ખેલા હોબે’ યોજના,કેન્દ્ર સરકારની યોજનાને લઇને દિલ્હીમાં કરશે ધરણા,જાણો વિગત

આ પણ વાંચોઃ IND A Vs BAN A/ ભારતે સેમીફાઇનલમાં બાંગ્લાદેશને 51 રનથી હરાવ્યું,ફાઇનલમાં પાકિસ્તાન સામે થશે રોમાંચક મુકાબલો