Political/ ઉત્તરાખંડમાં કોંગ્રેસ પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ MLA ભાજપમાં જોડાયા

ઉત્તરાખંડનાં પુરોલાથી કોંગ્રેસનાં ધારાસભ્યએ દિલ્હીનાં ભાજપ કાર્યાલયમાં ભાજપનાં ટોચનાં નેતાઓની હાજરીમાં પાર્ટી સભ્યપદ લીધું છે.

Top Stories India
1 185 ઉત્તરાખંડમાં કોંગ્રેસ પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ MLA ભાજપમાં જોડાયા

એક તરફ રાજ્યમાં વિજય રૂપાણીનાં રાજીનામા બાદ રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ઉત્તરાખંડમાં કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો હોવાનુ સામે આવી રહ્યુ છે. જી હા, આપને જણાવી દઇએ કે, આગામી વર્ષે ઉત્તરાખંડમાં ચૂંટણી યોજાવાની છે, તે પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય રાજકુમાર પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.

આ પણ વાંચો – Political / રાહુલ ગાંધીનો કટાક્ષ – ભાજપે એવો વિકાસ કર્યો કે હવે Sunday શું અને Monday શું?

ઉત્તરાખંડનાં પુરોલાથી કોંગ્રેસનાં ધારાસભ્યએ દિલ્હીનાં ભાજપ કાર્યાલયમાં ભાજપનાં ટોચનાં નેતાઓની હાજરીમાં પાર્ટી સભ્યપદ લીધું છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, પ્રદેશ પ્રમુખ મદન કૌશિક ઉપસ્થિત રહ્યા હતા. શનિવારથી રાજકુમાર ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી હતી. પરંતુ એવું માનવામાં આવતું હતું કે, કેટલાક કારણોસર તેમનો ભાજપમાં જોડાવાનો કાર્યક્રમ એક દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, રાજકુમારે ભાજપનાં ટોચનાં નેતૃત્વ સમક્ષ એક શરત રાખી હતી કે પાર્ટી તેમને દેહરાદૂનથી ટિકિટ આપશે. રાજકુમારની શરતનાં કારણે તેમના ભાજપમાં જોડાવાવામાં મોડું થયું હતુ. રાજકુમાર પહેલા પ્રીતમ સિંહ પંવાર પણ ભાજપમાં જોડાયા છે.

આ પણ વાંચો – Death Anniversar / રામવિલાસ પાસવાનની પ્રથમ પુણ્યતિથિ પર PM મોદીનો ભાવુક પત્ર, પુત્ર ચિરાગે કહ્યું – તમારા આશીર્વાદ…

રાજકુમારની વાત કરીએ તો તેમનો પરિવાર લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. રાજકુમારનાં પિતા પતિદાસે 1985 માં ઉત્તરાખંડનાં ઉત્તરકાશીથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી પરંતુ ચૂંટણી હારી ગયા હતા. રાજકુમાર વિદ્યાર્થી રાજકારણમાં સક્રિય નહોતા. વર્ષ 2007 માં, તેમણે ભાજપની ટિકિટ પર સહસપુર બેઠક પરથી ચૂંટણી લડી હતી. તે સમયે આ બેઠક અનામત હતી. પરંતુ બેઠક સામાન્ય થયા બાદ 2012 માં તેઓ પુરોલા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર રહ્યા હતા. જોકે આ ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. તેમને ભાજપનાં ઉમેદવાર માલચંદે હરાવ્યા હતા. પરંતુ 2017 માં રાજકુમારે કોંગ્રેસની ટિકિટ પર પુરોલાથી ચૂંટણી લડી હતી અને આ વખતે તેઓ ચૂંટણી જીત્યા હતા. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022 માં ઉત્તરાખંડમાં યોજાનારી ચૂંટણી માટે ભાજપ કોઈ કસર છોડવા માંગતી નથી, આવી સ્થિતિમાં કોંગ્રેસનાં ધારાસભ્યનું ભાજપમાં આવવું પાર્ટીની મોટી સફળતા માનવામાં આવે છે.