Heavy Rain/ વિસાવદરમાં સાત ઇંચ વરસાદ અને કપરાડામાં નવ ઇંચ ખાબક્યો

રાજ્યમાં સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી જબરજસ્ત વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં અવિરત ચાલતો વરસાદ મેઘમહેરમાંથી મેઘકહેરમાં પરિણમ્યો છે. જૂનાગઢના વિસાવદરમાં આભ ફાટતા બે કલાકમાં સાત ઇંચ વરસાદ પડ્યો હતો.

Top Stories Gujarat
Heavy rain 2 1 વિસાવદરમાં સાત ઇંચ વરસાદ અને કપરાડામાં નવ ઇંચ ખાબક્યો

રાજ્યમાં સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી જબરજસ્ત Saurashtra-rain વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં અવિરત ચાલતો વરસાદ મેઘમહેરમાંથી મેઘકહેરમાં પરિણમ્યો છે. જૂનાગઢના વિસાવદરમાં આભ ફાટતા બે કલાકમાં સાત ઇંચ વરસાદ પડ્યો હતો.

દક્ષિણ ગુજરાતમાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વલસાડ જિલ્લાના કપરાડામાં નવ ઈંચ કરતા પણ વધુ વરસાદ પડતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય હતી.

મેઘરાજાની તોફાની બેટિંગ

સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ તોફાની બેટિંગ ચાલુ રાખતા ફરી Saurashtra-rain એકવાર જૂનાગઢ જિલ્લાને ઘમરોળ્યુ હતું અને વિસાવદરમાં સાંબેલાધાર વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાય ગયા હતા. રાજ્યના મુખ્યમંત્રીએ ગઈકાલે જૂનાગઢ તેમજ ગીર સોમનાથ જિલ્લામાં થયેલી તારાજીની સ્થિતિ જાણવા માટે હવાઈ નિરીક્ષણ કર્યુ હતું.

જૂનાગઢ સિવાય કપરાડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને 9 ઈંચ કરતા પણ વધારે વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા હતા. આ ઉપરાંત ખંભાળિયામાં પણ 9 ઈંચ વરસાદ વરસ્યો હતો. આ સાથે જ ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો હતો.

48 કલાક ભારે વરસાદની આગાહી

રાજ્યમાં હજુ પણ વરસાદ ભારે આગાહી કરવામાં Saurashtra-rain આવી છે જેમા 48 કલાક ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ આજે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે જેમાં ભાવનગર, વલસાડ અને દમણનો સમાવેશ થાય છે. આ સિવાય બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ તેમજ રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગે દ્વારકા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.

 

આ પણ વાંચોઃ Virat Kohli/ અદભુત સંયોગ સચીન, ગાવસ્કર અને કોહલી ત્રણેયની 29મી સદી વેસ્ટઇન્ડીઝ સામે

આ પણ વાંચોઃ પાકિસ્તાન/ પાકિસ્તાનમાં ત્રણ હિંદુ બહેનોનું એકસાથે કરવામાં આવ્યું અપહરણ, બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવીને લગ્ન કર્યા

આ પણ વાંચોઃ IND Vs WI Test Match/ ભારતનો પ્રથમ દાવ 438 રનમાં સમેટાયો, કોહલીએ 500મી મેચમાં 121 રન બનાવ્યા

આ પણ વાંચોઃ Rozgar Mela/ PM મોદી શનિવારે રોજગાર મેળામાં 70,000 યુવાનોને નિમણૂક પત્ર વિતરણ કરશે

આ પણ વાંચોઃ પશ્વિમ બંગાળ/ CM મમતા બેનર્જી શરૂ કરશે ‘ખેલા હોબે’ યોજના,કેન્દ્ર સરકારની યોજનાને લઇને દિલ્હીમાં કરશે ધરણા,જાણો વિગત