Rozgar Mela/ PM મોદી શનિવારે રોજગાર મેળામાં 70,000 યુવાનોને નિમણૂક પત્ર વિતરણ કરશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારેલગભગ 70,000 યુવાનોને વીડિયો કોન્ફરન્સ દ્વારા નિમણૂક પત્રોનું વિતરણ કરશે.

Top Stories India
10 3 PM મોદી શનિવારે રોજગાર મેળામાં 70,000 યુવાનોને નિમણૂક પત્ર વિતરણ કરશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારેલગભગ 70,000 યુવાનોને વીડિયો કોન્ફરન્સ દ્વારા નિમણૂક પત્રોનું વિતરણ કરશે. વડા પ્રધાન કાર્યાલય (PMO) એ શુક્રવારે  એક નિવેદનમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન આ પ્રસંગે આ યુવાનોને પણ સંબોધિત કરશે.દેશભરમાં 44 સ્થળોએ આ જોબ ફેરનું આયોજન કરવામાં આવશે. આ ભરતીઓ કેન્દ્ર સરકારના વિભાગો તેમજ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કરવામાં આવી રહી છે. પીએમઓએ કહ્યું કે દેશભરમાંથી પસંદ કરાયેલા આ યુવાનોને વિવિધ પદો પર નિયુક્ત કરવામાં આવશે.

આ વિભાગોમાં યુવાનોની નિમણૂક થશે

PMO દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ યુવાનો સરકારમાં મહેસૂલ વિભાગ, નાણાકીય સેવાઓ વિભાગ, પોસ્ટ વિભાગ, શાળા શિક્ષણ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમો, જળ સંસાધન વિભાગ, કર્મચારી અને તાલીમ વિભાગ અને ગૃહ મંત્રાલયના વિભાગ સહિત વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં જોડાશે.નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આ રોજગાર મેળો રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવાનો પ્રયાસ છે. તેનાથી વધુ રોજગારીનું સર્જન થશે અને યુવાનોના સશક્તિકરણ માટે અર્થપૂર્ણ તકો ઉપલબ્ધ થશે અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે પ્રેરક ભૂમિકા ભજવવાની અપેક્ષા છે.નવનિયુક્ત વ્યક્તિઓને પણ ‘કર્મયોગી પ્રરંભ’ દ્વારા તાલીમ મેળવવાની તક મળશે. કર્મયોગી પ્રરંભ એ વિવિધ સરકારી વિભાગોમાં નવનિયુક્ત તમામ વ્યક્તિઓ માટે એક ઓનલાઈન અભ્યાસક્રમ છે.