Surendranagar News/ સ્માર્ટ મીટરના વિરોધની ઝાળ સૌરાષ્ટ્ર સુધી પહોંચી, સુરેન્દ્રનગરમાં પણ ભારે વિરોધ

ગુજરાતમાં સ્માર્ટ મીટરના વિરોધની ઝાળ દક્ષિણ અને મધ્ય ગુજરાતથી ઉત્તર ગુજરાત થઈ હવે સૌરાષ્ટ્ર સુધી પહોંચી છે. રાજ્યના એક પછી એક શહેરોમાં તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. લોકો સ્માર્ટ મીટરને રીતસરની ઉઘાડાછોગે ચાલતી લૂંટ કહી રહ્યા છે.

Gujarat Top Stories Others Breaking News
Beginners guide to 6 1 સ્માર્ટ મીટરના વિરોધની ઝાળ સૌરાષ્ટ્ર સુધી પહોંચી, સુરેન્દ્રનગરમાં પણ ભારે વિરોધ

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં સ્માર્ટ મીટરના વિરોધની ઝાળ દક્ષિણ અને મધ્ય ગુજરાતથી ઉત્તર ગુજરાત થઈ હવે સૌરાષ્ટ્ર સુધી પહોંચી છે. રાજ્યના એક પછી એક શહેરોમાં તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. લોકો સ્માર્ટ મીટરને રીતસરની ઉઘાડાછોગે ચાલતી લૂંટ કહી રહ્યા છે.

સુરેન્દ્રનગરમાં પણ પીજીવીસીએલે સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરતા ત્યાં પણ વિરોધ શરૂ થઈ ગયો છે. સુરેન્દ્રનગરમાં અનેક રહીશોએ સ્માર્ટ મીટર લગાવવાનો વિરોધ કરી છે. તેના માટે રજૂઆત કરી છે તથા રસ્તા પર ઉતરી આવ્યા છે. લોકોએ જણાવ્યું હતું કે સ્માર્ટ મીટરના ફરજિયાત વપરાશની ફરજ પાડવી તે રીતસરની ખુલ્લી દાદાગીરી છે. બે ટંકનું માંડ રળી ખાનારાઓ માટે સ્માર્ટ મીટર તો જાણે મોટી લૂંટ જ છે.

ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિવાદ સતત વકરી રહ્યો છે. જેને પગલે હાલમાં સરકારે આ યોજનાને બ્રેક મારી છે હોવાનું કહેવાય છે. પરંતુ આગામી દિવસોમાં સ્માર્ટ મીટર આવશે તે નિશ્ચિત માનવામાં આવે છે. સ્માર્ટ મીટર અંગે લોકોમાં સરકાર સામે વધી રહેલા વિરોધને જોતાં કોંગ્રેસે પણ આ વિવાદમાં કુદાવ્યું છે. તેણે  વિરોધ કરતા કહ્યું કે વસ્તુ ખરીદ્યા પહેલાં GST ભરવા જેવી વાત સ્માર્ટ મીટરમાં પણ છે. આ પ્રકારની નીતિ ચાલી શકે નહીં.

સરકારનું સ્માર્ટ મીટર લગાવવાનું વલણ દમનકારી અને ત્રાસદાયક છે. આથી સરકાર દ્વારા સ્માર્ટ મીટર બંધ કરાવા જોઇએ. શહેરમાં વીજકંપની દ્વારા સ્માર્ટ મીટર જો બંધ નહીં કરવામાં આવે તો આ અંગે જરૂર પડે તો મુખ્યમંત્રી અને રાજ્યપાલને પણ રજૂઆત કરાશે તેવું પણ રજૂઆતમાં જણાવ્યું હતું.

સ્માર્ટ મીટરના મામલે ગુજરાતના કેટલાક ભાગોમાં રોષ ફાટી નીકળ્યો છે. લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરે છે છતાં તેમને આ મીટર ફીટ કરાવવા માટે પ્રેશર કરવામાં આવે છે. લોકો ના માને તો મોટો દંડ ફટકારવાની ધમકી અપાતી હોવાનું કહેવાય છે. આ દરમિયાન હવે એવી જાહેરાત થઈ છે કે લોકો માટે સ્માર્ટ મીટર બેસાડવું ફરજિયાત નથી. સામાન્ય જનતાની ગેરસમજ દૂર થાય તે માટે રહેણાંક વિસ્તાર બાદ હવે સરકારી કચેરીઓમાં પણ સ્માર્ટ મીટર લગાવવા વિચારણા હાથ ધરાઈ છે. આ દરમિયાન લોકોના વિરોધને પગલે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં હાલ પુરતું નવા મીટર નાખવાનું કામ બંધ કરવામાં આવ્યું છે.

આ દરમિયાન કોંગ્રેસે પણ સ્માર્ટ મીટર મામલે પોતાનું વલણ જાહેર કર્યું છે અને સરકારનો વિરોધ કરવામાં આવશે તેમ કહ્યું છે. ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રાજકોટની મુલાકાત દરમિયાન કહ્યું કે ભાજપમાં અહંકાર આવી ગયો છે અને પ્રજા તેનો જવાબ જરૂર આપશે. તેમણે કહ્યું કે અદાણીને ફાયદો અપાવવા સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે પેટ્રોલનો ભાવ 500 રૂપિયા થાય તો પણ ભાજપ જ જોઈએ તેવા અંધભક્તોને હવે પ્રજા જ જવાબ આપશે.

સ્માર્ટ મીટરનાં વિવાદ અંગે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, અદાણીની કંપની પાસેથી મોંઘા ભાવે વીજળી લઈને લોકોને લૂંટવાનો આ કારસો છે. ચૂંટણી પહેલાં સ્માર્ટ મીટર કેમ ન લગાવ્યા? સ્માર્ટ મીટરનાં નામે ભાજપ જે કંઈ કરે છે તે જનતા ઉપર બોજ છે. ભાજપ કહે છે કે, સ્માર્ટ મીટર લોકોના ફાયદા માટે છે. તો ખરેખર લોકોને વિકલ્પ આપવો જોઈએ. જે લોકોને ફાયદો જોઈતો હોય તે સ્માર્ટ મીટર લેશે અને બાકીનાને જૂના મીટર યથાવત્ રાખવાની છૂટ આપવી જોઈએ.

તેમણે કહ્યું કે સ્માર્ટ મીટરમાં તો વસ્તુ ખરીદ્યા પહેલાં GST ભરવા જેવી વાત છે. પ્રિપેડ એટલે કે પહેલા નાણાં ચૂકવવાના અને GST પણ ચૂકવી દેવાનો અને પછી વીજળી વાપરવા મળે. આ પ્રકારની નીતિ ચાલી શકે નહીં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારે જનઆક્રોશ પછી DGVCLનો નિર્ણયઃ પહેલા સરકારી કચેરીમાં સ્માર્ટ મીટર લાગશે

આ પણ વાંચો:‘બે મહિનાનું 2,500 રૂપિયાનું બિલ, સ્માર્ટ મીટર પછી દસ જ દિવસનું 3 હજાર રૂપિયા બિલ’

આ પણ વાંચો:સ્માર્ટ મીટર, પ્રજા ‘સ્માર્ટ’ નીકળી, તંત્ર સામે જનઆક્રોશ ’45 ડિગ્રી કરતાં પણ ઊંચા તાપમાને’

આ પણ વાંચો:લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી હતા, વરરાજાના પિતા દુલ્હનની માતા સાથે….