Gujarat Weather/ ગુજરાતમાં ઠંડીથી લોકો થરથર, ત્રણ દિવસ સુધી રાજ્યમાં ઠંડીનું જોર યથાવત

ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે રાજ્યના તાપમાનમાં પણ ઘટાડો થયો છે. શીતલહેરના કારણે રાજ્યમાં હાડકાં થીજવતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતના મોટાભાગના…

Gandhinagar Top Stories Ahmedabad Gujarat Rajkot Surat Vadodara Others
Gujarat Winter Season Forecast

Gujarat Winter Season Forecast: ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે રાજ્યના તાપમાનમાં પણ ઘટાડો થયો છે. શીતલહેરના કારણે રાજ્યમાં હાડકાં થીજવતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતના મોટાભાગના શહેરોનું તાપમાન 14 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. અમદાવાદ શહેર કડકડતી ઠંડીની લપેટમાં છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે. સવારે ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ઓછી રહી હતી અને વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી કડકડતી ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે. જો કે ગુજરાતમાં શુષ્ક હવામાન રહેશે, પરંતુ વરસાદની કોઈ શક્યતા નથી. દિવસના તાપમાનમાં એક કે બે ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. રાત્રી દરમિયાન પણ આગામી 2 થી 3 દિવસમાં કોઈ ફેરફાર નથી. થોડા દિવસો પછી દિવસ-રાતના તાપમાનમાં વધઘટ થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી વધુ પવન ફૂંકાવાની શક્યતા છે.

જણાવી દઈએ કે રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિવસના તાપમાનમાં એક કે બે ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. બે-ત્રણ દિવસ બાદ રાત્રિના તાપમાનમાં વધઘટ જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 3 દિવસ સુધી હવામાન સૂકું રહેશે. પવનની ઝડપ વધુ હોવાને કારણે લોકોને કડકડતી ઠંડીનો અહેસાસ થશે. આજે રાજ્યના 11 શહેરોમાં તાપમાન 12 ડિગ્રી કે તેનાથી નીચે નોંધાયું હતું. નલિયામાં પારો 9 ડિગ્રી નોંધાયો હતો. આ સાથે બનાસકાંઠાના ડીસામાં તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે તો અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આ પણ વાંચો: Cricket/ભારત-પાકિસ્તાન ફરી એક જ ગ્રુપમાં હશે, જાણો ક્યારે રમાશે એશિયા કપ ટૂર્નામેન્ટ