Not Set/ કારમાં આવ્યા ચાર ઈસમો, યુવકને તલવારના ઘા ઝીંકી ફરાર

  રાજ્યમાં ગુનેગારોને મોટું માર્ગ મળ્યો હોય તેમ તેઓ છાકટા બનીને ગુનાખોરીને અંજામ આપી રહ્યા છે. મોટા મહાનગરો હોય કે પછી નાના નગરો હોય , તમામ જગ્યાએ સામાન્ય બાબતમાં મારામારી , જીવલેણ હુમલાના કિસ્સા તો હવે જાણે સામાન્ય બની ગયા હોય તેમ ઘટી રહ્યા છે. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ તેમજ સઘન વાહન ચેકીંગની અસરો ગુનેગારોની […]

Gujarat
crime scene tape generic4511111 કારમાં આવ્યા ચાર ઈસમો, યુવકને તલવારના ઘા ઝીંકી ફરાર

 

રાજ્યમાં ગુનેગારોને મોટું માર્ગ મળ્યો હોય તેમ તેઓ છાકટા બનીને ગુનાખોરીને અંજામ આપી રહ્યા છે. મોટા મહાનગરો હોય કે પછી નાના નગરો હોય , તમામ જગ્યાએ સામાન્ય બાબતમાં મારામારી , જીવલેણ હુમલાના કિસ્સા તો હવે જાણે સામાન્ય બની ગયા હોય તેમ ઘટી રહ્યા છે. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ તેમજ સઘન વાહન ચેકીંગની અસરો ગુનેગારોની ઉપર નહિવત દેખાઈ રહી છે. એટલે જ હળવદ માં મોંઘીઘાટ કાર લઈને આવેલા ચાર ઈસમોએ એક યુવક ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચ્યા બાદ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

હળવદના દરબાર નાક પાસે યુવાન પર એસયુવી ગાડીમાં આવેલા ચાર શખ્સોએ તલવાર વડે હુમલો કર્યો હતો.જેમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.તો બનાવ મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

હળવદના દરબાર નાકે રહેતા પ્રદીપભાઈ મહેન્દ્રભાઈ રાવલ (૪૬) તા ૯ ના રોજ રાતે નવ વાગ્યે ચાલવા માટે નીકળ્યા હતા ત્યારે એસયુવી કારમાં આવેલા ચાર શખ્સો દ્વારા તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી પ્રદીપભાઈને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને બાદમાં તેને હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેના ભત્રીજા અને ભાઈને અગાઉ કણબીપરામાં રહેતા જયંતિભાઈ તથા તેના દીકરા ગૌતમ સાથે ઝઘડો થયો હતો તેનું મનદુખા રાખીને કારમાં આવેલા પંકજ ચમનભાઈ ગોઠી. મેહુલ ઉર્ફે લાલો ગોઠી, મેરા કાળું દલવાડી અને એક અજાણ્યા શકશે હુમલો કરીને પગમાં તલવાર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે