Not Set/ કારમાંથી દારૂની બોટલ અને 3 લાખ રૂપિયા પકડાયા તો યુવકે પોલિસને રોફ ઝાડતા કહ્યું: હું જુનાગઢના સાસંદનો પીએ છું..

જુનાગઢ,  રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઇને મતદાન થઇ રહ્યું છે ત્યારે જુનાગઢમાંથી એક યુવક દારૂની બોટલ અને 3 લાખ રૂપિયા સાથે પકડાયો છે.પકડાયેલો યુવક જુનાગઢના સાસંદનો પીએ હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. મંગળવારે જુનાગઢમાં લોકસભાની સીટ માટે મતદાન ચાલી રહ્યું હતું ત્યારે વાહન ચેકીંગ કરી રહેલી પોલીસે એક કારની તલાશી લેતા તેમાંથી દારૂની એક બોટલ અને […]

Top Stories Gujarat Others
junagdh Sanjay કારમાંથી દારૂની બોટલ અને 3 લાખ રૂપિયા પકડાયા તો યુવકે પોલિસને રોફ ઝાડતા કહ્યું: હું જુનાગઢના સાસંદનો પીએ છું..

જુનાગઢ, 

રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઇને મતદાન થઇ રહ્યું છે ત્યારે જુનાગઢમાંથી એક યુવક દારૂની બોટલ અને 3 લાખ રૂપિયા સાથે પકડાયો છે.પકડાયેલો યુવક જુનાગઢના સાસંદનો પીએ હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે.

મંગળવારે જુનાગઢમાં લોકસભાની સીટ માટે મતદાન ચાલી રહ્યું હતું ત્યારે વાહન ચેકીંગ કરી રહેલી પોલીસે એક કારની તલાશી લેતા તેમાંથી દારૂની એક બોટલ અને ત્રણ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા, આ કારમાં રહેલી બે વ્યકિતની પોલીસે ધરપકડ કરી છે.

પોલિસે પકડેલી વ્યક્તિનું નામ સંજય હોવાનું જાણવા મળે છે અને તેણે એવો દાવો કર્યો હતો કે તે  જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાનો અંગત સચિવ છે.

જુનાગઢમાં ચૂંટણીને ધ્યાનામાં રાખીને વાહનચેકિંગ કરી રહેલ પોલિસને એક શંકાસ્પદ કાર જોવા મળી હતી.પોલિસે કારની તપાસ કરતાં અંદર બેઠેલ બે વ્યક્તિઓએ તેમને અટકાવવા પ્રયાસ કર્યો હતો અને ઉલટું પોતે રાજકીય વ્યક્તિ હોવાનો રોફ બતાવ્યો હતો.પોલિસના હાથે પકડાયેલ સંજયનો દાવો હતો કે તે સાંસદ રાજેશ ચુડાસમાનો પીએ છે અને ચૂંટણીના કામે જઈ રહ્યો છે.

જો કે પોલીસે સંજયથી પ્રભાવીત થયા વગર કાર તપાસતા તેમાંથી દારૂની એક બોટલ અને સંજય પાસેથી ત્રણ લાખ રોકડા મળી આવ્યા હતા. જ્યારે રવિરાજ નામના યુવક પાસેથી ત્રીસ હજાર મળી આવ્યા હતા.પોલીસે દારૂના કેસમાં તેમજ આચારસંહિતા પ્રમાણે રોકડ રૂપિયાની હેરફેર ઉપર પ્રતિબંધ હોવાના ગુનામાં તેમની ધરપકડ કરી આ મામલે ચૂંટણી પંચ અને ઈન્કમટેકસ વિભાગને જાણ કરી છે.