Not Set/ થાનમાં ઓવરબ્રિજની કામગીરી બંધ કરાવવા મામલે ભાજપ અને કોંગ્રેસ આમને સામને

@સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર  થાનમાં બની રહેલા ઓવરબ્રિજની કામગીરી હાલ સ્થગિત કરાવવા આ મામલે ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખે પાલિકાના સત્તાધીશો અને સભ્યોએ રૂપિયા ખાવા કામ બંધ કરાવ્યું હોવાનું આક્ષેપ કર્યો છે ત્યારે સામે પક્ષે પાલિકા પ્રમુખે સ્થાનિક લોકોની હાલાકી દૂર કરવા વચલો રસ્તો કાઢવા માટે […]

Gujarat Others
5f8b215b2258e9c0b8586c1a3a89e54a થાનમાં ઓવરબ્રિજની કામગીરી બંધ કરાવવા મામલે ભાજપ અને કોંગ્રેસ આમને સામને
@સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર 

થાનમાં બની રહેલા ઓવરબ્રિજની કામગીરી હાલ સ્થગિત કરાવવા આ મામલે ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખે પાલિકાના સત્તાધીશો અને સભ્યોએ રૂપિયા ખાવા કામ બંધ કરાવ્યું હોવાનું આક્ષેપ કર્યો છે ત્યારે સામે પક્ષે પાલિકા પ્રમુખે સ્થાનિક લોકોની હાલાકી દૂર કરવા વચલો રસ્તો કાઢવા માટે કામ બંધ કરાવ્યું હોવાનું જણાવ્યું હતું.

થાન શહેરની મધ્યમાં રૂપિયા ૪૦ કરોડથી વધુના ખર્ચે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે ત્યારે જોગ આશ્રમ વિસ્તાર પાસે બનાવવામાં આવેલી દિવાલ ની લંબાઈ ના કારણે આ વિસ્તારમાં રહેતા સ્થાનિકોને અવર જવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો આથી સ્થાનિકો દ્વારા આ મામલે વિરોધ કરી પાલિકા તંત્રમાં જણાવ્યું હતું કે અકસ્માત કે આગ જેવી ઘટના સમયે એમ્બ્યુલન્સ કે ફાયર ના વાહનો પણ આવી શકે તેવી પરિસ્થિતિ નથી આથી લોકોની હાલાકી ધ્યાને લઇ તંત્ર દ્વારા આ મામલે યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી માંગ હતી.

ત્યારે તાજેતરમાં પાલિકાના નવનિયુક્ત પ્રમુખ લીનાબેન ડોડીયા ની અધ્યક્ષ સ્થાને મળેલી સામાન્ય સભામાં હાલ ઓવરબ્રિજની કામગીરી સ્થગીત રાખવાનો નિર્ણય કરાયો હતો.આ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ મંગળુ ભાઈ ભગત દ્વારા પાલિકાના સત્તાધીશો અને કોંગ્રેસના સભ્યો દ્વારા રૂપિયા ખાવા માટે કામ બંધ કરાવી દીધું હોવાનો આક્ષેપ કરતા ચકચાર મચી ગઇ હતી.

પાલિકા પ્રમુખ લીનાબેન ડોડીયા જણાવ્યું હતું કે સ્થાનિક લોકોના હિતને લઈને હાલ કામ બંધ કરાવ્યું છે કોન્ટ્રાક્ટરને રૂબરૂ બોલાવી વચલો રસ્તો કાઢવા માટેનો પ્રયાસ છે જેથી ઓવરબ્રિજ પણ બને અને લોકોને મુશ્કેલી પણ ન પડે જ્યારે પાલિકાના કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા હર્ષદભાઈ પાટડીયા એ જણાવ્યો કે પ્રજા હિતનો નિર્ણય હોય કોંગી સભ્યો દ્વારા એમાં સંમતિ આપવામાં આવી છે બાકી બીજા આક્ષેપો સદંતર ખોટા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ