Not Set/ નવરાત્રી સ્પેશ્યલ : અખંડ દીવો રાખતા પહેલા રાખો આટલી વાતનું ધ્યાન

નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે તેવામાં માતાજીનો ગરબનું  ઘણા લોકો ઘરે સ્થાપન કરતા હોય છે. જો તમે નવરાત્રીમાં ઘરે  અખંડ દીવો રાખો છો તો તમારે નીચેની વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. નવરાત્રીમાં આસો સુદ એકમનાં દિવસે માતાજીની સ્થાપના કર્યા બાદ અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે,  આ અખંડ દીવો નવ દિવસ સુધી સતત ચાલે તેનું […]

Gujarat
garba નવરાત્રી સ્પેશ્યલ : અખંડ દીવો રાખતા પહેલા રાખો આટલી વાતનું ધ્યાન

નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે તેવામાં માતાજીનો ગરબનું  ઘણા લોકો ઘરે સ્થાપન કરતા હોય છે. જો તમે નવરાત્રીમાં ઘરે  અખંડ દીવો રાખો છો તો તમારે નીચેની વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ.

  • નવરાત્રીમાં આસો સુદ એકમનાં દિવસે માતાજીની સ્થાપના કર્યા બાદ અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે,
  •  આ અખંડ દીવો નવ દિવસ સુધી સતત ચાલે તેનું ધ્યાન રાખવામાં આવે છે કારણ કે, નવ દિવસ પૂર્ણ થાય તે પહેલાં દીવો ઓલવાઈ જાય તો તેને અશુભ માનવામાં આવે છે. તેમજ અખંડ દીવા માટે શુદ્ધ ગાયનાં ઘીનો જ ઉપયોગ કરવો જોઈએ.
  • જે સ્થાન પર  અખંડ દીવો પ્રગટાવવામાં આવ્યો હોય, ત્યાં આજુબાજુ  ટોઈલેટ કે બાથરૂમ ન હોવા જોઈએ.
  • નવ દિવસ પૂર્ણ થયા બાદ અખંડ જ્યોતને ફૂંક મારીને કે પછી અન્યરીતે ઓલવવા ને બદલે તેને જાતે જ શાંત થવા દો. એટલે કે જ્યાં સુધી તેમાં ઘી પૂરું ન થાય ત્યાં સુધી તેને પ્રજ્વલિત રહેવા દો. અખંડ દીવાને જાતે ઓલવવો જોઈએ નહીં.
  • ઘટ સ્થાપના માટે ચંદનની લાકડી શુભ માનવામાં આવે છે, આથી જો શક્ય હોય તો ચંદનનાં લાકડાં પર તેની સ્થાપના કરવી જોઈએ
  • શાસ્ત્રોમાં ઈશાન ખૂણો એટલે કે ઉત્તર-પૂર્વ દિશાને દેવોની દિશા કહેવામાં આવી છે. આથી, માતાજીની સ્થાપના આ દિશામાં કરવી તેમજ અખંડ દીવાને પૂર્વ-દક્ષિણ દિશામાં રાખવો.
  • જ્યાં માતાજીની સ્થાપના કરી હોય, ત્યાં આસપાસ સ્વચ્છતા રાખવી.
  • જો તમે તમારા ઘર પર માતાજીની ધજા લગાવી હોય  તો તે ધજાને ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ.