Not Set/ વિવો કંપની દ્વારા પોતાના આ સ્માર્ટફોનમાં કરાયો ૨૦૦૦ રૂપિયા સુધીનો ઘટાડો

નવી દિલ્હી, સ્માર્ટફોન નિર્માતા કંપની વિવો દ્વારા Vivo V11ની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કંપની દ્વારા કરાયેલા આ ઘટાડા સાથે જ હવે Vivo V11ની કિંમત ૨૦,૯૯૦ રૂપિયા થઇ ગઈ છે. આ પહેલા સપ્ટેમ્બર મહિનામાં વિવો દ્વારા Vivo V11 સ્માર્ટફોન ૨૨,૯૯૦ રૂપિયામાં લોન્ચ કર્યો હતો. Vivo V11ની ખાસ ફિચર્સમાં વોટરડ્રોપ નોચ સાથે બેજલ લેસ ૧૯:૯ ડિસ્પ્લે, […]

Trending Tech & Auto
1536153959 635 vivo v11 thailand small વિવો કંપની દ્વારા પોતાના આ સ્માર્ટફોનમાં કરાયો ૨૦૦૦ રૂપિયા સુધીનો ઘટાડો

નવી દિલ્હી,

સ્માર્ટફોન નિર્માતા કંપની વિવો દ્વારા Vivo V11ની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કંપની દ્વારા કરાયેલા આ ઘટાડા સાથે જ હવે Vivo V11ની કિંમત ૨૦,૯૯૦ રૂપિયા થઇ ગઈ છે.

આ પહેલા સપ્ટેમ્બર મહિનામાં વિવો દ્વારા Vivo V11 સ્માર્ટફોન ૨૨,૯૯૦ રૂપિયામાં લોન્ચ કર્યો હતો. Vivo V11ની ખાસ ફિચર્સમાં વોટરડ્રોપ નોચ સાથે બેજલ લેસ ૧૯:૯ ડિસ્પ્લે, ડ્યુઅલ રિયર કેમેરા અને ૬ GB રેમ આપવામાં આવી છે.

vivo v11 pro 1804 1814 original imaf8ru5zqgwvg5s વિવો કંપની દ્વારા પોતાના આ સ્માર્ટફોનમાં કરાયો ૨૦૦૦ રૂપિયા સુધીનો ઘટાડો
tech-vivo-v11-price-india-cut-now-starts-rs-20990

વિવો દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડેજ સેલમાં Vivo V11નું વેચાણ ૨૦,૯૯૦ રૂપિયામાં કરવામાં આવશે.

ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડેજ સેલની વાત કરવામાં આવે તો, આ સેલનું આયોજન ૧૦ થી ૧૪ ઓકટોબર વચ્ચે કરવામાં આવશે.

ગ્રાહકો આ લેટેસ્ટ સ્માર્ટફોન વિવો ઈ-સ્ટોર, ફ્લિપ કાર્ટ અને ઓફલાઈન સ્ટોરમાંથી નેબુલા પર્પલ અને સ્ટરી નાઈટબ્લેક કલર ઓપ્શનમાં ખરીદી શકે છે.