Independence Day/ આ 15 ઓગસ્ટે જાણો આઝાદીની લડતમાં મહત્વનું યોગદાન આપનાર પ્રભુ ગોપાલ ઢીમરને

દેશ આઝાદ થયા બાદ પ્રભુ ગોપાળ ઢીમરે 1960ના દાયકામાં પત્રકાર તરીકે જામે જમશેદ થી તેમની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. 1970ના દાયકામાં તેવો જન્મભૂમિમાં ઉપતંત્રી તરીકે જોડાયા હતા.

Gujarat Others independence day Trending
પ્રભુ ગોપાલ

દેશ અંગ્રેજોની લાંબી ગુલામી બાદ 15 ઓગસ્ટ 1947ના ( Independence Day 2022) રોજ મહા મહેનત અને હજારો, લાખો લોકોના બલિદાનને કારણે ભારત દેશ આઝાદ થયો હતો. દેશની આઝાદી બાદ અનેકો રમખાણો થયા હતા. આ ઉપરાંત, ભારતને આઝાદીની ખુશી સાથે આ દુ:ખ પણ ભાગ્યે આવ્યું હતું. ત્યારે સાહિત્ય જગત સાથે સંકળાયેલા હોય કે પત્રકાર કે શિક્ષક હોય  દરેક વ્યક્તિએ પોતાના થી બનતો યથા યોગ્ય ફાળો આપ્યો હતો. આજે જ્યારે દેશમાં આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આવો આપણે આવા જ એક પત્રકારને યાદ કરીએ.

પ્રભુ ગોપાલ ઢીમર એક પીઢ પત્રકાર હતા અને તેમણે આઝાદીની લડતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. પ્રભુ ગોપાળ ઢીમરનો જન્મ 13 જુલાઈ ૧૯૨૫ના રોજ ગુજરાત રાજ્યના બારડોલી ખાતે થયો હતો. તેમણે ધોરણ સાત એટલે કે જે તે સમયે એસએસસી સમક્ષ સુધી અભ્યાસ કર્યો હતો.  પરંતુ બાળપણથી જ આઝાદીના રંગે રંગાયેલા પ્રભુ ગોપાળ ઢીમરે આઝાદીની લડતમાં સક્રીય ભાગ લેવાનું શરૂ કર્યું.  અને 17 વર્ષની નાની ઉંમરમાં જ હિન્દ છોડોની લડતમાં બારડોલી તાલુકામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.  બારડોલી તાલુકામાં સરકાર વિરુદ્ધ પ્રચંડ ઝુંબેશ ચલાવી હતી.  અને બારડોલી સબ જેલમાં રાખવામાં આવ્યા હતા. જોકે તેઓ ત્યાંથી નાસી છૂટયા હતા. અને ભૂગર્ભ આંદોલન ચલાવ્યું હતું.

તેઓ મહાત્મા ગાંધીના ચુસ્ત અનુયાયી હતા. અને તેમના પદ ચિન્હો  પર ચાલતા હતા.  મહાત્મા ગાંધીએ કરેલી હાકલને પગલે તેઓ સુરતના સત્તાવાળાઓને શરણે થયા હતા.  ત્યારબાદ સાબરમતી જેલમાં એક વર્ષ અને 21 દિવસનો કારાવાસ ભોગવ્યો હતો.  આ જેલવાસ દરમિયાન તેમની સાથે ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ અને જાણીતા રચનાત્મક કાર્યકર્તા જુગતરામ દવે પણ હતા. તેમના ભાષણોમાં ગાંધીજીની ઝલક જોવા મળી હતી. અને તેમની બોલવાની છ્ટાની  આબેહૂબ નકલ પણ તેઓ કરી શકતા હતા.

દેશ આઝાદ થયા બાદ પ્રભુ ગોપાળ ઢીમરે 1960ના દાયકામાં પત્રકાર તરીકે જામે જમશેદ થી તેમની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. 1970ના દાયકામાં તેવો જન્મભૂમિમાં ઉપતંત્રી તરીકે જોડાયા હતા. આંતરરાષ્ટ્રીય રાજકારણના સારા એવા જાણકાર ઢીમર જન્મભૂમિ પ્રવાસીમાં ‘એક નજર દુનિયા પર’ નામ ની કટાર નિયમિતપણે લખતા હતા.  જન્મભૂમિ પછી સમકાલીન દૈનિકમાં પણ તેમણે કાર્ય કર્યું હતું.  તેઓ એક સારા સ્ટેનોગ્રાફર અને ટાઈપીસ્ટ પણ હતા અને તેના વર્ગો પણ ચલાવતા હતા. તેમના પરિવારમાં તેમના પત્ની રમણ ગૌરી બહેન હતા. અને તેમણે ત્રણ પુત્રીઓ દિપીકાબેન, દમયંતી બહેન અને પ્રભાબેન છે. જેઓ હાલમાં મુંબઈ ખાતે વસવાટ કરે છે.સ્વતંત્રતાના 25 ની વર્ષગાંઠ ઉપર તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના હસ્તે તેમને તામ્રપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

એપ્રિલ 1996માં તેમને ગોરેગાંવ ની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.  જીવનની અંતિમ અવસ્થામાં તેઓ ડાયાબિટીસ, પેરાલીસીસ અને બ્લડપ્રેશર જેવી બીમારીઓથી પીડિત હતા. જેને લઇ તેમને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને જે ટૂંકી બીમારી બાદ 6 એપ્રિલ 1996 ના રોજ  તેમનું નિધન થયું હતું. તેઓ પોતાની પાછળ તેમના પત્ની અને ત્રણ દીકરીઓ ને વિલાપ કરતા મૂકી ને ગયા હતા આજે પણ તેમનો પરિવાર મુંબઈમાં ગોરેગાંવ ખાતે રહે છે.

આ પણ વાંચો:CM ભુપેન્દ્ર પટેલે મોડાસામાં લહેરાવ્યો રાષ્ટ્રધ્વજ, કહ્યું- PMના વિકાસના સંકલ્પોને અમે આગળ વધારી રહ્યાં છીએ

આ પણ વાંચો:૯.૩૮ લાખ કર્મચારીઓ-પેન્શનર્સને મળશે મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો

આ પણ વાંચો:કેરળના કલાકારે આઝાદીના 75 વર્ષ પર બનાવ્યું ગૂગલ ડૂડલ | તમારા બાળકો માટે પણ છે તક