Not Set/ વધુ એક મહિલા સાંસદને થયો કોરોના, ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ

રાજ્યમાં કોરોના કેસમાં મોટો વધારો નોધાયો છે ત્યારે નેતાઓ પણ કોરોના સંક્રમિત થવામા બાકી નથી રહ્યા.

Top Stories Gujarat Vadodara
lalit vasoya 5 વધુ એક મહિલા સાંસદને થયો કોરોના, ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી બાદ કોરોનાએ રાજકીય રંગ ચઢ્યો હોય તેમ લાગી રહ્યું છે. એકપછી એક  નેતાઓ  કોરોનાની ઝપટે ચઢી રહ્યાં છે.  રાજ્યમાં કોરોના કેસમાં મોટો વધારો નોધાયો છે ત્યારે નેતાઓ પણ કોરોના સંક્રમિત થવામા બાકી નથી રહ્યા. હવે  વધુ એક ભાજપના મહિલા સાંસદ કોરોનાની ઝપટે ચઢ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાનાં સાંસદ રંજનબેન ભટ્ટ કોરોના સંક્રમિત બન્યા છે. સાંસદ રંજનબેન ભટ્ટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રંજન બેનને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયાં છે.

ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન વડોદરા ખાતે પોતાની ચૂંટણી સભા દરમિયાન રાજ્યમાં મુખ્યમંત્રી ઢળી પડ્યા હતા અને તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. અને ત્યાથી શરુ થયેલી કોરોનાની રાજકીય હારમાળા હજુ પણ ચાલુ છે. રાજ્યના મુખ્યમંત્રીની સાથે મહામંત્રી ભીખુ દલસાણીયા, અને કચ્છ ના સાંસદ વિનોદ ચાવડા પણ કોરોના ગ્રસ્ત બન્યા હતા. તો હાલમાં જ પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટને પણ કોરોના થયો છે.

રાજ્યમાં અત્યાર સુધી 7 થી વધુ સાંસદ અને ૨૫ થી વધુ ધારાસભ્યો કોરોનાની અડફેટે આવી ચુક્યા છે. તો રાજ્યના બે સાંસદ કોરોના સામે જંગ હારી ચુક્યા છે અને તેમનું દુઃખદ નિધન  થયું છે. જેમાં ભાજપના રાજ્ય સભાના સંસદ અભયભાઈ ભારદ્વાજ અને કોંગ્રેસના રાજ્ય સભાના સાંસદ અહેમદ પટેલનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોના કેસમાં મોટો વધારો નોધાયો છે. રાજ્યમાં કર્ફ્યુની સમય મર્યાદા પણ વધારી દેવામાં આવી છે. તો અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં સીટી બસની સેવા પણ રદ કરવામાં આવી છે. તો અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમાં બાગ બગીચા  ઉપર પણ પ્રતિબધ મુકવામાં આવ્યા છે.