Not Set/ મમતાની ચેલેન્જ- એક પગથી જ બંગાળ જીતી લઇશ, પછી બે પગથી દિલ્હી પણ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા રાજકીય પક્ષોમાં દાવ-પેચ ચાલુ છે.

Top Stories India
confident of win in bengal now later in delhi west bengal cm mamata banerjee મમતાની ચેલેન્જ- એક પગથી જ બંગાળ જીતી લઇશ, પછી બે પગથી દિલ્હી પણ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા રાજકીય પક્ષોમાં દાવ-પેચ ચાલુ છે.  આ જ કડીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ સોમવારે (5 એપ્રિલ) હુગલીના દેવબંદપુરમાં ભાજપા પર જોરદાર પ્રહાર કર્યો. દરમિયાન દીદીએ 8 તબક્કામાં ચૂંટણી કરાવવા પર સવાલ પૂછ્યા.  સાથે જ, દાવો કર્યો કે એક જ પગથી બંગાળ જીતી લેશે. અને બે પગથી દિલ્હી. મહત્વનું છે કે નંદીગ્રામમાં મમતા બેનર્જીના એક પગમાં ઇજા થઇ હતી. તેમણે પોતાના પર હુમલાનો આરોપ લગાવ્યો હતો.

Mamata 1 મમતાની ચેલેન્જ- એક પગથી જ બંગાળ જીતી લઇશ, પછી બે પગથી દિલ્હી પણ

દીદીએ કર્યો આ દાવો

હુગલીએ દેવબંદપુરમાં જનસભાને સંબોધિત કરતા મમતા બેનર્જીએ કહ્યું કે હું એક પગથી બંગાળ જીતી લઇશ અને બન્ને પગેથી દિલ્હી પણ જીતી લઇશ. મમતા બેનર્જીએ 8 તબક્કામાં ચૂંટણી કરાવવા પર પણ સવાલ ઉભા કર્યા. તેમણે કહ્યું કે આઠ તબક્કામાં ચૂંટણી કરાવવાની શી જરુર હતી? આ બધુ ભાજપા મંડળનું કરાવેલું છે. અત્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે. આવામાં શું ચૂંટણીને જલદી ન પતાવવી જોઇતી હતી?

ભાજપ પર પ્રહાર

મમતા બેનર્જીએ પોતાના ભાષણ દરમિયાન ભાજપને આડા હાથે લીધો. તેમણે કહ્યું કે વિધાનસભા ચૂંટણી લડવા માટે ભાજપાના સ્થાનિક ઉમેદવાર ન શોધી શકી. તેમની પાસે એક પણ સ્થાનિક ઉમેદવાર નથી. તેમની પાસે બધા લોકો તૃણમૂલ કોંગ્રેસ કે ભાકપાથી તોડવામાં આવેલા નેતા છે. તેઓ પૈસા પાણીની જેમ વહાવી રહ્યા છે. જે લોકો યોગ્ય રીતે સોનાર બાંગ્લા નથી બોલી શકતા તે બંગાળ પર રાજ નથી કરી શકતા.