રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતમાં બદલીનો સિલસિલો યથાવત રીતે ચાલું છે. ચૂંટણી પંચે નિર્દેશ આપ્યા હતા જેના પગલે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં અનેક વિભાગમાં બદલીના આદેશો ચાલુ છે. પોલીસ વિભાગમાં સતત બદલીનો દૌર ચાલુ જ છે. અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં ૨૪ પોલીસ કર્મચારીઓ ની આર્થિક ગુના નિવારણ શાખા માં બદલી કરવામાં આવી છે.
પોલીસ કમિશનર સંજ્ય શ્રીવાસ્તવે આ બદલીના આદેશ આપ્યા છે. આગામી સમયમાં પણ બદલીનના આદેશ આવી શકે છે જેના લીધે સમગ્ર પોલીસ અધિકારીઓમાં એક અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે.