વિશ્વભરમાં પ્રખ્યાત માર્વેલ કોમિક્સના પબ્લીશર, એક ક્રિયેટર, લેખક અને એડિટર એવા સ્ટેન લી એ દુનિયામાંથી ૯૫ વર્ષની વયે વિદાય લીધી છે.
અમેરિકામાં લોસ એન્જલેસમાં સેનડર-સિનાઈ મેડીકલ સેન્ટરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સ્ટેન લી એ વિશ્વની પ્રખ્યાત ફિલ્મોને ક્રિએટ કરી છે.
આ ફિલ્મોએ લોકોના દિલ જીતી લીધા હતા. બ્લેક પેન્થર, સ્પાઈડરમેન, એક્સમેન, થોર, આયર્ન મેન અને એન્ટમેન જેવી ફિલ્મો તેમણે લખી હતી.
તેમનો જન્મ ન્યુયોર્કમાં ૨૮ ડીસેમ્બર ૧૯૨૨ના રોજ થયો હતો.
વર્ષ ૧૯૪૫માં તેઓ આર્મીમાં જોડાયા હતા.
દુનિયાભરમાં તેમના ચાહકોને આ સમચારથી દુઃખ પહોચ્યું છે અને કહી શકાય કે તેમના મૃત્યુથી એક યુગનો અંત આવ્યો છે.હોલીવુડ જ નહી પરંતુ બોલીવુડમાંથી પણ અનેક લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપીને દુઃખ વ્યક્ત કર્યું છે.