અમેરિકા, બ્રિટન, કેનેડા જવા માટે ગુજરાતીઓ પડાપડી કરી રહ્યાં છે. આ વચ્ચે હવે તેઓ વિદેશમાં જવાના ગેરકાયદેસર રસ્તા અપનાવી રહ્યા છે. અમેરિકામાં ગેરકાયદે ઘુસવા જતા ભારતીયોનું એક વિમાન જમૈકા એરપોર્ટ રોકી દેવાયું હતું. આ શંકાસ્પદ વિમાનમાં કુલ 253 મુસાફર હતા, જેમાં 170થી વધુ ભારતીય હતા.
આપને જણાવી દઈએ કે, ઉત્તર ગુજરાતના લોકો અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતા ઝડપાયા છે. જેમાં શંકાસ્પદ પ્લેનને જમૈકા એરપોર્ટ પર રોકવામાં આવ્યું હતું. ધરપકડ કરાયેલા 175 ભારતીયોમાં મોટાભાગના ગુજરાતીઓ છે. અને મોટાભાગના મુસાફરો ઉત્તર ગુજરાત, મહેસાણાના છે. જેમાં મહેસાણાના શંકરપુરા ગામના એજન્ટોની સંડોવણી બહાર આવી છે. એજન્ટ ઘનશ્યામ અને હસમુખ કટ્ટીની પણ સંડોવણી હોવાની માહિતી છે.
એજન્ટ રવિ મોસ્કો અને બોબી બ્રાઝિલ સંડોવાયેલા હોવાનું જાણવા મળે છે. તેમજ તમામ પ્રવાસીઓને અટકાયતમાં લઈને પૂછપરછ માટે હોટલમાં લઈ જવામાં આવ્યા. ટૂરિસ્ટ વિઝાના નામે ગુજરાત સહિત દેશભરમાંથી લોકોને અમેરિકા લઈ જવાના વધુ એક ષડયંત્રનો પર્દાફાશ થયો છે. થોડા મહિનાઓ પહેલાં પણ, અમેરિકા પહોંચવા માંગતા પ્રવાસીઓથી ભરેલું એક આખું વિમાન જપ્ત કરવામાં આવ્યું હતું, ડિફ્લેટ કરીને ભારત પરત મોકલવામાં આવ્યું હતું.
આ પ્લેનમાં 253 લોકો સવાર હતા જેમાંથી 150થી વધુ ભારતીયો હતા અને તેમાં પણ ગુજરાતીઓ અને પંજાબીઓ વધુ હતા. આ ઉપરાંત ઉઝબેકિસ્તાનના પણ નાગરિકો હતા. આ ઘટના જો કે લગભગ 6 દિવસ પહેલાની છે. મળતી માહિતી મુજબ જમૈકાના કેપિટલ સિટી કિંગ્સ્ટનમાં આવેલા નોર્મન મેન્લી એરપોર્ટ પર 2 મેના રોજ એક ફ્લાઈટ લેન્ડ થઈ હતી. એરપોર્ટ પરના અધિકારીઓને પૂછપરછ દરમિયાન તેમના પર શંકા ગઈ હતી.
ફરી એકવાર જમૈકા એરપોર્ટ પરથી આવું જ એક વિમાન પકડાયું છે. જેમાં 253 મુસાફરોમાં મોટાભાગના ગુજરાતીઓ છે અને તેઓ અમેરિકામાં પ્રવેશવા ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ગુજરાતીઓ સહિત દેશના અનેક નાગરિકો અમેરિકામાં ડોલર કમાવા ઉત્સુક છે. અને આ ચસ્કામાં પરિવારો પોતાના ઘર છોડીને મોતને હાથમાં લઈને અમેરિકા પહોંચે છે. ખાસ કરીને ગુજરાતીઓ અને પંજાબીઓ ડોલર કમાવવા માટે મોટી સંખ્યામાં અમેરિકા જાય છે. પછી ત્યાં પહોંચવા અને અમેરિકન સરહદ સુધી પહોંચવા માટે ઘણા રસ્તાઓ છે. અમેરિકામાં ઘૂસણખોરી કરવાના હેતુથી આખું પ્લેન ભાડે કરવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે જમૈકા એ એક નાનું કેરેબિયન કન્ટ્રી છે. ઘણા કબૂતરબાજો અમેરિકામાં ઘૂસવા માટે અમેરિકાની નીચે આવેલા નાના દેશોના વિઝિટર વિઝા લે છે, જે સરળતા મળતા હોય છે. જમૈકા પણ આવો જ એક દેશ છે. અહીં પહોંચી ગયા બાદ તેઓ કોઈપણ રીતે દરિયા કે જમીનના રસ્તે મેક્સિકો સુધી પહોંચે છે અને ત્યાંથી અમેરિકામાં ઘૂસે છે.
આ પહેલા પણ આવી ઘટના સામે આવી ચુકી છે….
વર્ષ 2023માં દુબઈથી ગેરકાયદે વિમાન ભાડે કરીને અમેરિકા જતા 260 ભારતીયો સાથે 300 જેટલા લોકોને ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર ફ્યુલ પુરાવતા સમયે સ્થાનિક પોલીસે શંકાને આધારે ઝડપી લીધા હતા. આ 260 ભારતીયો પૈકી 66 જેટલા ગુજરાતી હતા. કબૂતરબાજીના ગુજરાતના સૌથી મોટા કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી, જેમાં તમામ ગુજરાતીઓની પૂછપરછમાં 15 એજન્ટના નામ ખૂલ્યા હતાં. આ લોકોએ અમેરિકામાં ગેરકાયદે ઘૂસવા વ્યક્તિદીઠ રૂ. 80 લાખની ડીલ નક્કી કરી હતી.
આ પણ વાંચો:વૃદ્ધ સાસુ સાથે રહેવા ના પડતા, હાઈકોર્ટે છૂટાછેડાનો આપ્યો આદેશ
આ પણ વાંચો:સાત દિવસ પત્ની અને સાત દિવસ પ્રેમિકા સાથે ગુજારવાનો વાયદો
આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે….