canceled/ SBCE બાદ CISCE એ પણ હવે ધો. 12 બોર્ડની પરીક્ષાઓ રદ કરી 

કોવિડ -19 ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને CISCEએ પણ આ વર્ષે  ધો 12 મા બોર્ડની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે. બોર્ડ સેક્રેટરી ગેરી અરથોને જણાવ્યું હતું કે, પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. વૈકલ્પિક આકારણી ધોરણો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

Top Stories India Education

કોવિડ -19 ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને CISCEએ પણ આ વર્ષે  ધો 12 મા બોર્ડની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે. બોર્ડ સેક્રેટરી ગેરી અરથોને જણાવ્યું હતું કે, પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. વૈકલ્પિક આકારણી ધોરણો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

કાઉન્સિલ ફોર ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ (CISCE) નો નિર્ણય CBSE બોર્ડની પરીક્ષા રદ કરવાની તર્જ પર લેવામાં આવ્યો છે. CBSE  પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો.

CISCEએ મંગળવારે રાત્રે જારી કરેલા એક સત્તાવાર આદેશમાં જણાવ્યું હતું કે, દેશમાં કોવિડ -19 સંક્રમણની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને CISCEએ 2021 માટે ISC  (વર્ગ 12) ની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રક્રિયામાં સામેલ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને દરેકની સલામતી અને આરોગ્ય અમારી પ્રાથમિકતા છે. “

તેમાં કહેવામાં આવ્યું છે કે, “પરીક્ષાનું પરિણામ એક સિસ્ટમના આધારે તૈયાર કરવામાં આવશે જેમાં શાળાઓ દ્વારા લેવામાં આવતી આંતરિક પરીક્ષાઓનો પણ સમાવેશ કરવામાં આવશે. આગામી સમયમાં શાળાઓને આ સિસ્ટમ વિશે માહિતગાર કરવામાં આવશે. ધોરણ 12 ની પરીક્ષાનું પરિણામ જાહેર થયા પછી, જો કેટલાક વિદ્યાર્થીઓ તેમના ગુણથી સંતુષ્ટ ન થાય, તો CISCE આવા વિદ્યાર્થીઓને અનુકૂળ વાતાવરણ થયા પછી લેખિત પરીક્ષા આપવાનો વિકલ્પ આપશે.

CISCEએ ગયા અઠવાડિયે આ સત્ર દરમિયાન આનુષંગિક શાળાઓને વિદ્યાર્થીઓના 11 મા અને 12 મા ધોરણમાં મેળવેલા સરેરાશ સરેરાશ ગુણ પૂરા પાડવા જણાવ્યું હતું. 4 મેથી પરીક્ષાઓ યોજાવાની હતી.