ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા, ભારતનાં સૌથી ઊંચા વ્યક્તિ ધર્મેન્દ્ર પ્રતાપ સિંહે સમાજવાદી પાર્ટી (SP) માં જોડાયા છે. સપાનાં પ્રદેશ અધ્યક્ષ નરેશ પટેલે તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું છે. આ દરમિયાન પાર્ટીએ એક ફોટો પણ શેર કર્યો છે જેમાં ધર્મેન્દ્ર પ્રતાપ સિંહે પાર્ટીમાં જોડાયા બાદ ઘણા નેતાઓ સાથે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોમાં સપા પ્રમુખ અખિલેશ યાદવ પણ દેખાયા છે. ધર્મેન્દ્ર પ્રતાપ સિંહનાં નામે ઘણા રેકોર્ડ છે.
આ પણ વાંચો – સંકલ્પ / અમર જવાન જ્યોતિ મામલે અખિલેશ યાદવ 26 જાન્યુઆરીએ લેશે આ સંકલ્પ,જાણો વિગત
ધર્મેન્દ્ર પ્રતાપ સિંહ સપામાં જોડાયા બાદ પાર્ટીએ તેમની સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. સોશિયલ મીડિયા પર આ ફોટો શેર કરતા પાર્ટીએ કહ્યું કે, ધર્મેન્દ્રને સમાજવાદી પાર્ટીની નીતિઓ અને શ્રી અખિલેશ યાદવનાં નેતૃત્વમાં વિશ્વાસ છે અને આ જ કારણ છે કે તેઓ પાર્ટીમાં જોડાયા છે. સપાનાં પ્રદેશ પ્રમુખ નરેશ પટેલે તેમને પાર્ટીમાં સામેલ કર્યા બાદ આશા વ્યક્ત કરી હતી કે જો તેઓ પાર્ટીમાં જોડાશે તો સપા પહેલા કરતા વધુ મજબૂત બનશે. આ દરમિયાન પ્રતાપગઢનાં સૌરભ સિંહ પણ ત્યાં હાજર હતા. 46 વર્ષીય ધર્મેન્દ્ર પ્રતાપ સિંહ ભારતનાં સૌથી ઊંચા માણસ છે. તેમની ઉંચાઈ 8 ફૂટ 2 ઈંચ છે. તેમનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે અને તે એશિયાનાં સૌથી ઊંચા પુરુષોમાં પણ જોવા મળે છે. પ્રતાપ સિંહ રાજ્યનાં પ્રતાપગઢ જિલ્લાનાં નરહરપુર કાસિયાહી ગામનાં રહેવાસી છે. તેમણે માસ્ટર સુધીનો અભ્યાસ કર્યો છે અને તે ડિગ્રીધારક પણ છે. આ પહેલા પણ તેઓ રાજકારણમાં આવી ચુક્યા છે અને પંચાયતની ચૂંટણીમાં તેઓ સાથીદાર માટે પ્રચાર પણ કરી ચૂક્યા છે.
समाजवादी पार्टी की नीतियों एवं श्री अखिलेश यादव के नेतृत्व पर आस्था जताते हुए आज प्रतापगढ़ के श्री धर्मेन्द्र प्रताप सिंह ने समाजवादी पार्टी की सदस्यता ग्रहण की।https://t.co/JUSa85GaNO pic.twitter.com/mWIcv50LbJ
— Samajwadi Party (@samajwadiparty) January 22, 2022
આ પણ વાંચો – Shocking / વૃદ્ધનું ઘર પૂરી રીતે સળગી ગયુ પણ બિલાડી બચી ગઇ તો ખુશીમાં રડવા લાગ્યા, જુઓ આ ભાવુક Video
ધર્મેન્દ્ર પ્રતાપ સિંહે હજી લગ્ન કર્યા નથી કારણ કે તેમની ઉંચાઈને કારણે કોઈ છોકરી તેમને પસંદ નથી કરતી. તેમની પહેલા કરતા આવક પણ ઘટી ગઈ છે કારણ કે તેઓ લોકો પાસેથી સેલ્ફી લેવા માટે દિલ્હીનાં કનોટ પ્લેસ અને મુંબઈનાં ગેટવે ઓફ ઈન્ડિયા જતા હતા, જ્યાંથી તેમને પૈસા પણ મળતા હતા. પરંતુ કોરોના યુગમાં કમાણીનું આ સાધન પણ ખતમ થઈ ગયું છે.
