વિમાનમાં ધુમ્રપાન કરવું એક મુસાફરને ભારે પડી ગયું છે. ધુમ્રપાન કરવાને લીધે તેને જેલમાં જવાનો વારો આવ્યો છે.
અમદાવાદથી ગોવા જઈ રહેલી ફલાઈટમાં તે બાથરૂમમાં સિગરેટ પી રહ્યો હતો.
An IndiGo passenger onboard flight 6E-947 from Ahmadabad to Goa was booked after he was found smoking in the lavatory of the aircraft during the journey
Read @ANI Story | https://t.co/rmFFZDrRXf pic.twitter.com/NHoaTBBcPj
— ANI Digital (@ani_digital) December 27, 2018
સુત્રોના જણાવ્યા પ્રમાણે ક્રુ મેમ્બરે તેને સિગરેટ પિતા જોઈ લીધો હતો અને તેની જાણકારી પાયલોટને આપી હતી. તો બીજી તરફ યાત્રી પોતે સિગરેટ નથી પીધી તે વાતનું રટણ કરતો હતો. વિમાનમાં સિગરેટ પીવી એ દંડનીય અપરાધ છે.
જેવું પ્લેન ગોવા એરપોર્ટ પર લેન્ડ થયું તેવી આ યાત્રીની જાણકારી સ્થાનિક પોલીસને આપી દેવામાં આવી હતી. ગોવા પોલીસે મુસાફર વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. ત્યારબાદ તેને સીઆઈએસએફને સોંપી દેવામાં આવ્યો હતો.
