Not Set/ બનાસકાંઠા: લીમડાના ઝાડની ડાળે ફાંસો ખાઈ પ્રેમી પંખીડાઓએ જીવ ટૂંકાવ્યો

મળતી માહિતી મુજબ બનાસકાંઠા જીલ્લાના લાખણી તાલુકાનાં ગેળા ગામે પટેલ સમાજના યુવક યુવતીની લીમડાના ઝાડની ડાળે લટકતી લાશો મળી આવતાં પટેલ સમાજમાં ચકચાર મચી ગયો હતો. પોલિસ સુત્રોના જણાવ્યા અનુસાર, લાખણી તાલુકાના કોટડા ગામનો ધીરજભાઇ હેમાભાઈ પટેલ ઉંમરે 23 વર્ષ ઇરીગેશન ફુવારા પધ્ધતિનો છુટક ધંધો કરતા હતા. ઇરીગેશન ફુવારા પધ્ધતિનો છુટક ધંધો કરતા હોવાના કારણે અલગ-અલગ ગામોમાં […]

Top Stories Gujarat Others

મળતી માહિતી મુજબ બનાસકાંઠા જીલ્લાના લાખણી તાલુકાનાં ગેળા ગામે પટેલ સમાજના યુવક યુવતીની લીમડાના ઝાડની ડાળે
લટકતી લાશો મળી આવતાં પટેલ સમાજમાં ચકચાર મચી ગયો હતો.

પોલિસ સુત્રોના જણાવ્યા અનુસાર, લાખણી તાલુકાના કોટડા ગામનો ધીરજભાઇ હેમાભાઈ પટેલ ઉંમરે 23 વર્ષ ઇરીગેશન ફુવારા પધ્ધતિનો છુટક ધંધો કરતા હતા. ઇરીગેશન ફુવારા પધ્ધતિનો છુટક ધંધો કરતા હોવાના કારણે અલગ-અલગ ગામોમાં ખેડુતોનુ સર્વે કરવા માટે જવું પડતું હતું. એવામાં ધીરજભાઇને દિયોદરના લીલાધર ગામની પટેલ સમાજની યુવતી સાથે પ્રેમ સબંધ સ્થપાઈ ગયો હતો.  ધીરજભાઇ પટેલ તારીખ 6/6/2018 ના રોજ યુવતીને પોતાની મીઠી વાતોમાં અને લલચમાં ફોસલાવી યુવતીને તેના ગામથી ભગાડી ગયો હતો. આથી યુવતીના પરિવારજનોએ દિયોદર પોલીસ મથકે કિશોરી નાની ઉંમરની હોવાના કારણે પોકસો એકટ મુજબ ગુનો નોધાવયો હતો.

બંને પ્રેમીપંખીડા રાજસ્થાનમાં હોવાની યુવકના પરિવારને જાણ થતાં યુવકના કુટુંબના માણસો રાજસ્થાનના સાચોરથી યુવકને પકડી ગેળા ગામે ખેતરમાં રહેતા યુવકનાં પિતરાઈ કાકાને ત્યાં લાવ્યા હતા. એ ખેતરના શેઢે આવેલા લીમડાના ઝાડની ડાળીએ લટકતી લાશો દેખાતા ખેતર માલિકે થરાદ પોલીસ ને જાણ કરતાં થરાદ તાલુકાનાં પી.એસ.આઇ ડી.એન.શર્મા પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન યુવક અને કિશોરી બંન્નેના મૃતદેહને નીચે ઉતારી યુવક યુવતીના પરિવારજનોને જાણ કરી હતી.

યુવતીના પરિવારજનોએ બંનેની હત્યા કરાઇ હોવાના આક્ષેપ કર્યાં હતા. પોલીસે બંને પક્ષના માણસોના નિવેદન લઈ લટકતી બંને લાશોને નીચે ઉતારી લાખણી ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે.

આ બાબતે થરાદ તાલુકાનાં  પી.એસ.આઇ ડી. એન. શર્માએ બાબત વિશે માહિતી મેળવવા માટે વધુ તપાસ હાથ ધરી છે.