Not Set/ ઇડી રેડ પર રોબર્ટ વાડ્રાનું નિવેદન, મારા પર ખોટા આરોપ લગાવાયા છે

ઇન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ દ્વારા કોંગ્રેસ લીડર સોનિયા ગાંધીનાં જમાઈ રોબેર્ટ વાડ્રાની ઓફિસ અને ઘર પર રેડ મારવામાં આવી હતી. ઇડીની આ રેડને લઈને રોબેર્ટ વાડ્રાએ નિવેદન આપ્યું છે. રોબર્ટ વાડ્રાએ જણાવ્યું કે, મારા પર જે આરોપ લગાવવામાં આવ્યા છે એ તદ્દન ખોટા છે. રાજકારણ રમાયું છે. પોલિટીકલ ફાયદા માટે મારાં પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે. […]

Top Stories India

ઇન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ દ્વારા કોંગ્રેસ લીડર સોનિયા ગાંધીનાં જમાઈ રોબેર્ટ વાડ્રાની ઓફિસ અને ઘર પર રેડ મારવામાં આવી હતી. ઇડીની આ રેડને લઈને રોબેર્ટ વાડ્રાએ નિવેદન આપ્યું છે.

Robert Vadra said on ED raids, Charges against me are totally false

રોબર્ટ વાડ્રાએ જણાવ્યું કે, મારા પર જે આરોપ લગાવવામાં આવ્યા છે એ તદ્દન ખોટા છે. રાજકારણ રમાયું છે. પોલિટીકલ ફાયદા માટે મારાં પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે. વધુમાં એમણે પોતાની વાત સ્પષ્ટ કરતાં કહ્યું કે, અમે દરેક નોટિસનો જવાબ આપ્યો છે. પરંતુ મારો પરિવાર ચિંતામાં છે. મારી માતા બિમાર છે. મારું ઘર, ઓફિસ અસ્તવ્યસ્ત કરી દેવામાં આવ્યું છે, લોક પણ તોડી નાખવામાં આવ્યા છે.

રોબર્ટ વાડ્રાએ કહ્યું કે, અમે હંમેશા સહકાર આપ્યો છે. બસ બધું કામ કાયદાકીય રીતે થવું જોઈએ. પોલિટીકલ બ્લેકમેલ માટે હું મારા નામનો ઉપયોગ નહી ચલાવી લઉં. અમે હંમેશા અમો સહકાર જાળવી રાખ્યો છે પણ કાર્યવાહી ફેર અને લીગલ થવી જોઈએ.

પોતાનાં નિવેદનમાં રોબર્ટ વાડ્રાએ એમ પણ કહ્યું કે, હું ક્યાંય ભાગી નથી જતો. હું અહિયાં જ છું. હું કોઈ બીજા દેશમાં રહેવા નથી જતો રહેવાનો.