Australia/ ઓસ્ટ્રેલિયાની સંસદમાં ભારતનો ડંકો, ભારતીય મૂળના વરુણ ઘોષ બન્યા સેનેટર, ભગવદ્ ગીતા પર હાથ મૂકી લીધા શપથ

ભારતીય મૂળના એડવોકેટ વરુણ ઘોષે મંગળવારે ઈતિહાસ રચ્યો છે. એડવોકેટ વરુણ ઘોષ ઓસ્ટ્રેલિયાના ભારતીય મૂળના પ્રથમ સેનેટર બન્યા છે.

Top Stories World

ભારતીય મૂળના એડવોકેટ વરુણ ઘોષે મંગળવારે ઈતિહાસ રચ્યો છે. એડવોકેટ વરુણ ઘોષ ઓસ્ટ્રેલિયાના ભારતીય મૂળના પ્રથમ સેનેટર બન્યા છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના રહેવાસી અને ભારતમાં જન્મેલ વરુણ ઘોષને ઓસ્ટ્રેલિયાના નવા સેનેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ, વિધાનસભા અને વિધાન પરિષદે તેમને ફેડરલ સંસદની સેનેટમાં ઓસ્ટ્રેલિયન રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટે ચૂંટ્યા છે. વરુણ ઘોષનું સ્વાગત કરતા ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગે કહ્યું કે તમને લેબર પાર્ટીની સેનેટ ટીમમાં જોઈને ખૂબ આનંદ થયો. ભગવદ્ ગીતા પર શપથ લેનાર વરુણ ઓસ્ટ્રેલિયાના પહેલા સેનેટર છે. તેમના આ કાર્યની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે.

ભારતમાં જન્મેલ વરુણ ઘોષ 17 વર્ષના હતા ત્યારે પરિવાર સાથે ઓસ્ટ્રેલિયા ગયા. વરુણ ઘોષનો શૈક્ષણિક અભ્યાસનો પાયો ભારતમાં નંખાયો છે. જો કે 17 વર્ષની વયે તેમના માતા-પિતા ઓસ્ટ્રેલિયા સ્થાયી થતા તેમણે આગળનો અભ્યાસ ઓસ્ટેરિલયાની શાળામાં કર્યો હતો. હાલ તેઓ પર્થમાં રહે છે અને વકીલનો વ્યવસાય કરે છે. ઓસ્ટ્રેલિયાની સંસદમાં સેનેટર બની વરુણ ઘોષે ઇતિહાસ સર્જ્યો છે. તેમજ સેનેટર તરીકે ચૂંટાયા બાદ ભારતના ધાર્મિક ગ્રંથ ભગવદ્ ગીતા પર હાથ મૂકી શપથ લેતા ભારતનું પણ ગૌરવ વધાર્યું છે. અગાઉ બ્રિટનના રાષ્ટ્રપતિ ઋષિ સુનકે પણ ભગવદ્ ગીતા પર હાથ મૂકી શપથ લીધા હતા. સેનેટર તરીકે ચૂંટાયા બાદ વરુણ ઘોષને દુનિયાના તમામ મહાનુભાવો તરફથી શુભેચ્છા મળી રહી છે.

Australia Indian Origin Senator Varun Ghosh Bhagavad Gita Oath Update | ભારતીય મૂળના વરૂણ ઘોષ ઓસ્ટ્રેલિયામાં સેનેટર બન્યા: ભગવદ ગીતા પર હાથ રાખીને શપથ લીધા, PM સુનકે પણ ...

પેની વોંગે X પર લખ્યું, ‘પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના અમારા નવા સેનેટર વરુણ ઘોષનું સ્વાગત છે. સેનેટર ઘોષ ભગવત ગીતા પર શપથ લેનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન સેનેટર છે. મેં ઘણીવાર કહ્યું છે કે જ્યારે તમે કોઈ બાબતમાં પ્રથમ હોવ ત્યારે તમારે ખાતરી કરવી પડશે કે તમે છેલ્લા નથી. તેમણે કહ્યું કે હું જાણું છું કે સેનેટર ઘોષ તેમના સમુદાય અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના લોકોનો અવાજ બનશે. ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિસે વરુણ ઘોષને અભિનંદન પાઠવ્યા છે.

પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની વિધાનસભાએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે વિધાનસભા અને વિધાન પરિષદે સેનેટર વરુણ ઘોષને ફેડરલ સંસદમાં પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરવા માટે ચૂંટ્યા છે. વરુણ વ્યવસાયે વકીલ છે અને પર્થ શહેરમાં રહે છે. તેણે યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાંથી આર્ટસ અને લોનો અભ્યાસ કર્યો છે. તેઓ અગાઉ ન્યૂયોર્કમાં ફાઇનાન્સ એટર્ની અને વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંકમાં સલાહકાર રહી ચૂક્યા છે. વરુણ ઘોષે પર્થમાં લેબર પાર્ટી સાથે પોતાના રાજકીય કરિયરની શરૂઆત કરી હતી.
જ્યારે વરુણ માત્ર 17 વર્ષનો હતો, ત્યારે તેનો પરિવાર 1980ના દાયકામાં ભારતથી ઓસ્ટ્રેલિયા પરત ફર્યો હતો. વરુણે એક નિવેદનમાં કહ્યું, ‘હું ભાગ્યશાળી છું કે મને સારું શિક્ષણ મળ્યું અને હું સારી ગુણવત્તાયુક્ત શિક્ષણમાં વિશ્વાસ કરું છું. હું એમ પણ માનું છું કે દરેક વ્યક્તિ માટે તાલીમની તકો ઉપલબ્ધ હોવી જોઈએ. છેલ્લા કેટલાક વર્ષોથી, વરુણ પર્થમાં કાયદાની પ્રેક્ટિસ કરી રહ્યો છે અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં કાયદાકીય બાબતો સંભાળી રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગાંધીનગર/ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનો ઠરાવ, વર્કિંગ પ્રોફેશનલ હવેથી ફૂલ ટાઈમ કોર્સ કરી શકશે

આ પણ વાંચો: Morbi Hadsa/મોરબી : કેનાલમાં ડૂબી જતા પિતા-પુત્રનું મૃત્યુ, પરિણીત પ્રેમી પંખડા કેનાલમાં પડ્યા,  પ્રેમમાં અંધ બનેલ પુત્રને બચાવવા જતા પિતા પણ મોતને ભેટયા

આ પણ વાંચો:Karnataka/કર્ણાટક : ખાણ અને ભૂસ્તર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રતિમાની હત્યા કરનાર હત્યારો ઝડપાયો, પોલીસે ચાર્જશીટ દાખલ કરી