Morbi Hadsa/ મોરબી : કેનાલમાં ડૂબી જતા પિતા-પુત્રનું મૃત્યુ, પરિણીત પ્રેમી પંખડા કેનાલમાં પડ્યા,  પ્રેમમાં અંધ બનેલ પુત્રને બચાવવા જતા પિતા પણ મોતને ભેટયા

મોરબીમાં પિતા પોતાના પ્રેમમાં અંધ બનેલ યુવાન પુત્રને બચાવવા કેનાલમાં પડ્યા અને મોતને ભેટયા.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 02 07T145253.589 મોરબી : કેનાલમાં ડૂબી જતા પિતા-પુત્રનું મૃત્યુ, પરિણીત પ્રેમી પંખડા કેનાલમાં પડ્યા,  પ્રેમમાં અંધ બનેલ પુત્રને બચાવવા જતા પિતા પણ મોતને ભેટયા

મોરબી : લખધીરપુર રોડ કેનાલમાં ડૂબી જતા પિતા-પુત્રનું મોત નિપજયું છે. પિતા-પુત્રનો મૃતદેહ મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. યુવાન પુત્ર કે જે પરિણીત યુવતીના પ્રેમમાં હતો. અને બંને પ્રેમી-પંખીડા લખધીરપુર રોડ પરની કેનાલમાં કૂદ્યા હતા. પિતાની આંખ સામે આ ઘટના બનતા પિતા પોતાના યુવાન પુત્રને બચાવવા કેનાલમાં પડ્યા. પરંતુ બદનસીબે પિતા-પુત્રનું મોત થયું જ્યારે યુવાન સાથે પરિણીત યુવતી કેનાલમાં પડી તેની હાલત ગંભીર હોવાની માહિતી સામે આવી છે.

મોરબીમાં પિતા પોતાના પ્રેમમાં અંધ બનેલ યુવાન પુત્રને બચાવવા કેનાલમાં પડ્યા અને મોતને ભેટયા. આ ઘટનાની વિગતો સામે આવી છે તે મુજબ યુવાન જામનગરનો છે અને યુવતી અમદાવાદની છે. જામનગરનો યુવાન અને અમદાવાદની યુવતી મોરબીમાં સાથે કામ કરતા હતા. દરમ્યાન સાથે કામ કરતા યુવાન અને યુવતીને પ્રેમ થયો. બંને પરિણીત હોવા છતાં તેમણે પોતાનો પ્રેમ સંબંધ આગળ વધાર્યો હતો. પરંતુ સમાજ તેમના પ્રેમને નહી સ્વીકારે તેવા ડરે પરિણીત પ્રેમી-પંખીડાએ મોરબીની કેનાલમાં ઝંપલાવ્યું.

જામનગરના યુવાનનું નામ કિશનભાઈ ભરતભાઈ લકુમ છે. 22 વર્ષીય કિશનભાઈ જામનગરમાં ગુલાબનગરમાં રહે છે. તેઓ લખધીરપુર રોડ ઉપરની એક ફેકટરીમાં કામ કરે છે. જ્યાં અમદાવાદની નેહા નામની યુવતી સાથે તેમની મુલાકાત થાય છે. ફેકટરીમાં એક જ સ્થાન પર સાથે કામ કરતા આ કિશન અને નેહાનો પરિચય ગાઢ બને છે અને આ પરિચય પ્રેમમાં પરિણમે છે. નેહા અને કિશન બંને પરિણીત હોવા છતાં એકબીજાને પસંદ કરવા લાગે છે. અને તેમના ઘરે પરત ના ફરતા મોરબીમાં જ બહાનું કાઢી જોડે રહેવા લાગે છે.

કિશનનો પરિવાર પુત્રને શોધવા મોરબી આવે છે ત્યારે તેમને સમગ્ર બાબતની જાણ થાય છે. આથી 22 વર્ષીય પરિણીત કિશનનો પરિવાર તેને પોતાના ઘરે સાથે લઈ જવા તૈયાર કરે છે. દરમ્યાન સમાજ એક નહિ થવા દે તેવા ડરથી આ પ્રેમી પંખીડાએ લખધીરપુર રોડ ઉપર એન્ટિક સિરામિક સિરામિક સામે કેનાલમાં ઝંપલાવ્યું હતું. ત્યારે કિશનના પિતા ભરતભાઇ જેસિંગભાઈ લકુમે પણ પુત્ર અને યુવતીને બચાવવા કેનાલમાં કૂદી પડ્યા હતા. હાજર સ્થાનિક લોકોએ નેહા વિક્રમભાઈ નામની યુવતીને બચાવી લીધી હતી જ્યારે કિશન અને તેના પિતા ભરતભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગજબ/50 વર્ષના આ વ્યક્તિએ ઘડ્યું જબરદસ્ત કાવતરું, પત્નીને છોડી નાબાલિગ સાથે કરવા હતા લગ્ન, કર્યું એવું કે…..

આ પણ વાંચો:Hemant Soren/હેમંત સોરેને ધરપકડને પ્રાણ પ્રતિષ્ઠા સાથે જોડીને વિધાનસભામાં કર્યો કટાક્ષ, કહ્યું કે…

આ પણ વાંચો:Karnataka/કર્ણાટક : ખાણ અને ભૂસ્તર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રતિમાની હત્યા કરનાર હત્યારો ઝડપાયો, પોલીસે ચાર્જશીટ દાખલ કરી