Not Set/ VIDEO : એપલના મેનેજરના મોત અંગે યોગી સરકારના આ મંત્રીએ આપ્યું વિવાદિત નિવેદન, કહ્યું, “જે ખોટું કરશે તેને દંડ…

લખનઉ, ઉત્તરપ્રદેશના પાટનગર લખનઉમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ચલાવવામાં આવેલી ગોળીના કારણે મલ્ટીનેશનલ કંપનીના મેનેજરનું મોત થયું હતું, ત્યારે હવે આ મામલે ઘણો ગરમાવો જોવા મળી રહ્યો છે. એક બાજુ જ્યાં મૃતકની પત્ની દ્વારા પતિ વિવેક તિવારીની હત્યા કરવામાં આવી છે, એવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે, બીજી બાજુ રાજ્યની વર્તમાન યોગી સરકારના એક મંત્રીનું આ મામલાને એક એન્કાઉન્ટર […]

Top Stories India Trending Videos
VIDEO : એપલના મેનેજરના મોત અંગે યોગી સરકારના આ મંત્રીએ આપ્યું વિવાદિત નિવેદન, કહ્યું, "જે ખોટું કરશે તેને દંડ...

લખનઉ,

ઉત્તરપ્રદેશના પાટનગર લખનઉમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ચલાવવામાં આવેલી ગોળીના કારણે મલ્ટીનેશનલ કંપનીના મેનેજરનું મોત થયું હતું, ત્યારે હવે આ મામલે ઘણો ગરમાવો જોવા મળી રહ્યો છે.

એક બાજુ જ્યાં મૃતકની પત્ની દ્વારા પતિ વિવેક તિવારીની હત્યા કરવામાં આવી છે, એવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે, બીજી બાજુ રાજ્યની વર્તમાન યોગી સરકારના એક મંત્રીનું આ મામલાને એક એન્કાઉન્ટર સાથે સરખાવતા વિવાદિત નિવેદન સામે આવ્યું છે, તેને લઈ અનેક સવાલો સામે આવી રહ્યા છે.

ભૂલ કરશે તો દંડ ચૂકવવો જ પડશે

ઉત્તરપ્રદેશની ભાજપ સરકારમાં સિંચાઈ મંત્રી ધરમપાલ સિંહે વિવેક તિવારીના મોત મામલે જણાવતા કહ્યું, “એન્કાઉન્ટરમાં કોઈ ભૂલ થઇ નથી. તે લોકોને જ ગોળી વાગી રહી છે જેઓ વાસ્તવ ક્રિમીનલ છે. ન્યાય તમામને મળશે, પરંતુ જે ભૂલ કરશે તેઓને દંડ તો ચૂકવવો જ પડશે”.

પોલીસ કોન્સ્ટેબલે ચલાવેલી ગોળી વાગતા એપલના મેનેજરનું થયું હતું મોત

મહત્વનું છે કે, શુક્રવાર રાત્રે લખનઉના VVIP વિસ્તાર ગોમતીનગરથી જયારે એપલ કંપનીના મેનેજર વિવેક તિવારી સાથી કર્મીને ડ્રોપ કરવા માટે આવી રહ્યા હતા, ત્યારે ફરજમાં તૈનાત પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ચૌધરીએ તેઓને ગાડી રોકવા માટે કહ્યું હતું. પરંતુ વિવેક તિવારીએ ગાડી ન રોકતા કોન્સ્ટેબલે પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી હતી અને તે તેઓના માથામાં જઈને વાગી હતી. આ કારણે વિવેક તિવારીનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું હતું.

કોન્સ્ટેબલે ગાડી દોડાવીને મારી ગોળી

જો કે આ ઘટના સમયે વિવેક તિવારી સાથે ગાડીમાં ઉપસ્થિત સાથી કર્મી સના ખાને જણાવ્યું હતું કે, “શુક્રવાર રાત્રે જયારે તેઓ વિવેક તિવારી સાથે પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન CMS ગોમતીનગર વિસ્તાર પાસે તેઓની ગાડી ઉભી હતી ત્યારે સામેથી બે પોલીસકર્મીઓ આવ્યા હતા. આ સમયે તેઓએ પોલીસકર્મીઓથી બચવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ સિપાહીઓએ બાઈક દોડાવીને વિવેકને ગોળી મારી હતી.

આ કોઈ ઘટના નહિ પણ હત્યા છે : મૃતક વિવેકની પત્ની

જો કે આ ઘટના અંગે પોલીસ દ્વારા કરાયેલા દાવાઓ અંગે મૃતક વિવેકની પત્ની કલ્પનાએ સવાલો ઉઠાવ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, આ કોઈ ઘટના નથી પણ હત્યા છે. પોલીસે મારા પતિની ગોળી મારીને હત્યા કરી છે”.

તેઓએ વધુમાં કહ્યું, “પોલીસને મારા પતિ પર ગોળી શા માટે ચલાવવામાં આવી. મારી પતિ સાથે રાત્રે ૧.૩૦ વાગ્યે વાત થઇ હતી અને આ સમયે સના વિવેક સાથે હતી, મને એ અંગે જાણકારી હતી”.

બીજી બાજુ લખનઉ SSP કલાનિધિ નૈથાનીએ કહ્યું, “ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં IPCની ધારા ૩૦૨ હેઠળ હત્યાનો મામલો દાખલ કરવામાં આવ્યો છે અને, આરોપી પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી ચુકી છે”.