Not Set/ રાજ્યપાલ સાથે મુલાકાત બાદ શરદ પવારની ઉદ્ધવ ઠાકરે સાથે લાંબી બેઠક, સરકાર સ્થિર કે પછી…

દેશમાં આજે સૌથી વધુ કોરોનાનાં કેસ મહારાષ્ટ્રમાં છે. અહી લોકડાઉનનો કોઇ ખાસ પ્રભાવ પડ્યો હોય તેવુ લાગી રહ્યુ નથી. તાજેતરમાં પણ ચોથા તબક્કાનું લોકડાઉન ચાલી રહ્યુ છે છતા અહી કોરોનાનાં કેસ ઘટવાની જગ્યાએ દિવસો જતા વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં શાસક પક્ષો શિવસેના અને એનસીપી વચ્ચે કોરોનાવાયરસ સંકટ અને લોકડાઉન અંગેની વ્યૂહરચનાનાં મુદ્દા અંગેનાં સમાચારોનાં અહેવાલો […]

India
2b0873eadd11fb5cc61e1da047ac0e30 1 રાજ્યપાલ સાથે મુલાકાત બાદ શરદ પવારની ઉદ્ધવ ઠાકરે સાથે લાંબી બેઠક, સરકાર સ્થિર કે પછી...

દેશમાં આજે સૌથી વધુ કોરોનાનાં કેસ મહારાષ્ટ્રમાં છે. અહી લોકડાઉનનો કોઇ ખાસ પ્રભાવ પડ્યો હોય તેવુ લાગી રહ્યુ નથી. તાજેતરમાં પણ ચોથા તબક્કાનું લોકડાઉન ચાલી રહ્યુ છે છતા અહી કોરોનાનાં કેસ ઘટવાની જગ્યાએ દિવસો જતા વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં શાસક પક્ષો શિવસેના અને એનસીપી વચ્ચે કોરોનાવાયરસ સંકટ અને લોકડાઉન અંગેની વ્યૂહરચનાનાં મુદ્દા અંગેનાં સમાચારોનાં અહેવાલો વચ્ચે, રાજ્યનાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને એનસીપી સુપ્રીમો શરદ પવાર સોમવારે સાંજે મળ્યા હતા. આ બેઠક પછી શિવસેનાનાં સાંસદ સંજય રાઉતે કહ્યું – સરકાર મજબૂત છે.

42365d468e6cd0300341ed47113c6f67 1 રાજ્યપાલ સાથે મુલાકાત બાદ શરદ પવારની ઉદ્ધવ ઠાકરે સાથે લાંબી બેઠક, સરકાર સ્થિર કે પછી...

જો કે સંજય રાઉતે સ્પષ્ટતા કરી ન હોતી કે, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચેની બેઠક દરમિયાન ચર્ચાનાં મુદ્દા શું હતા. આપને જણાવી દઈએ કે, સોમવારે સવારે શરદ પવારે રાજભવન ખાતે રાજ્યનાં રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળ્યા, ત્યારબાદ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે આ બેઠક મળી હતી. બેઠક બાદ સંજય રાઉતે કહ્યું કે જે લોકોને લાગે છે કે સરકાર અસ્થિર છે તો તે તેમના પેટમાં દુખાવો દર્શાવે છે, સરકાર સંપૂર્ણ સ્થિર છે અને ચિંતા કરવાની કંઈ વાત નથી. અગાઉ શરદ પવારની રાજ્યપાલ સાથેની બેઠક બાદ એનસીપીએ દાવો કર્યો હતો કે રાજ્યપાલે ખુદ શરદ પવારને બેઠક માટે આમંત્રણ આપ્યું હતું અને તેની પાછળ કોઈ રાજકીય ઉદ્દેશ નથી.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની આ બેઠક માતોશ્રીમાં CM ઉદ્ધવ ઠાકરેનાં ઘરે મળી હતી. રાજ્યમાં આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે એનસીપીનાં વડાનાં સૂચન બાદ ગઢબંધન વચ્ચે તણાવ વધ્યો હતો. પવારે સૂચન કર્યું હતું કે, મહારાષ્ટ્ર ધીરે ધીરે ખોલવું જોઈએ અને અનિશ્ચિતકાળ બંધમાંથી નિકળવુ જોઇએ, જેથી આર્થિક પ્રવૃત્તિઓને પાટા પર લાવી શકાય. અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું હતું કે સૂચનોને અવગણવામાં આવી હોવાથી પવાર ગુસ્સે થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.